વડોદરા,તા.૨૨
શહેરમાં કોન્ક્રીટના જંગલોમાં ફેરવાઈ જતા જવલ્લે જ દુર્લભ પક્ષીઓ જોવા મળે છે ત્યારે આજે કોયલી ખાતે આવેલ રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીના બગીચામાંથી ઘવાયેલ પક્ષીને ત્યાંના રહીશોએ પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના સભ્યોને સોંપ્યું હતું.રેસ્ક્યુ કરાયેલને સંસ્થા દ્વારા વડોદરા ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યું હતું .સારવાર અર્થે લાવવામાં આવનાર પક્ષી સમડીનુ બચ્ચું માલુમ પડ્યું હતું.ગંભીર રીતે ઘવાયેલ પક્ષી ઉડવા પણ સક્ષમ નહતું.ઘવાયેલ પક્ષીને પ્રાથમિક સારવાર આપી ફરી પાછું તેના ગંતવ્ય સ્થાન પર મુકવામાં આવશે તેવું પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના સભ્યોએ જણાવ્યું હતું.