ઝઘડિયા,તા.૧૯
ઝઘડિયાના સરદારપુરા ગામેથી દુર્લભ પ્રજાતિનો અંગ ઈટર નામનો સાપ મળી આવ્યો છે. આશરે દોઢ ફૂ઼ટ લાંબો અને બે અલગ અલગ રંગ ધરાવતો દુર્લભ સાપ મળી આવ્યો છે. એનીમલ વેલફેર ટ્રસ્ટ નામની સંસ્થાના કાર્યકરોએ સાપને પકડી વન વિભાગને સોંપી દીધો છે. ઝઘડિયા તાલુકાના સરદારપુરા ગામેથી એક દુર્લભ પ્રજાતિનો સાપ એનીમલ વેલફેર ટ્રસ્ટના કાર્યકરે ઝડપી વન વિભાગને સોંપ્યો છે, બે અલગ અલગ રંગ ધરાવતો આ સાપ ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત જોવા મળ્યો હોવાનુ ટ્રસ્ટનુ માનવુ છે. ચોમાસા દરમ્યાન વિવિધ પ્રકારના જીવજંતુઓ સરીસૃપ જીવો મળી આવે છે.
વહેલી સવારે ઝઘડિયાના સરદારપુરા ગામેથી એક દુર્લભ પ્રજાતિનો એગ ઈટર (ઈંડા ખાઉ) સાપ મળી આવ્યો છે પ્રથમ વખત આ પ્રકારનો બે રંગ ધરાવતો સાપ જણાતા ગ્રામજનોએ સાપ પકડનાર કાર્યકરનો સંપર્ક કરતા એનીમલ વેલફેર ટ્રસ્ટના કાર્યકર સુલભ પરમારે આ અંગે ઈટર સાપને પકડ્યો હતો. આશરે પંદરથી અઢાર ઈંચનો આ સાપ જિલ્લામાં પ્રથમ વખત જણાય આવ્યો હોવાનુ ટ્રસ્ટના કાર્યકર દ્વારા જાણવા મળ્યુ છે, ઝડપાયેલ સાપને વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.