જુનાગઢ, તા. ૨૪
જૂનાગઢ ના સાસણ ગીર ખાતે જીપીએસ સિસ્ટમ શરૂ કરવામાં આવિ છે જેથી હવે સાસણ જનગલના વિસ્તારમાં નજર રાખી શકાશે , કર્મચારીઓને સિંહ ના લોકેશન અને તેની સુરક્ષા માટે સરળતા રહેશે. તેમજ લુપ્તથતી પજાતી વિષે પણ જીપીએસ દ્વારા માહિતી મેળવી શકાશે. સાસણ ગીર માં gps સીસટમ શરૂ થતા હવે ક્યાં વિસ્તાર માં ક્યા પશુ પંખી અને જંગલી પ્રાણી છે તે જાણી શકાશે તેમજ લુપ્ત થતા પ્રાણી અને પક્ષીઓ વિષે પણ માહિતી સરળતા થી મેળવવી શકાશે તેમજ સિંહોના લોકેશન દ્વારા તેમના જીવન પર ખતરો હશે તો તાત્કાલિક પગલા લઇ સિંહોના જીવ બચાવી શકાશે..
સાસણ ગીર મેનેજમેન્ટ માટે અસંખ્ય વિભાગો માં વહેચાયેલું છે. આ વર્ષે સર્વે ઓફ ઇન્ડિયા ના માર્ગદર્શન હેઠળ ફરી વિભાગો નું વિભાજન થઇ રહ્યું છે. મેનેજમેન્ટ ની સરળતા માટે આ વિભાજનમાં તમાંમ કર્મચારીઓને વિભાગોમાં કામગીરી સોંપવામાં આવી છે. આ તમમાં કર્મચારીઓ અને લુપ્ત થતા પ્રાણી અને પશુઓ ને જંગલી પ્રાણીઓ તેમજ જંગલ માં થતા અલભ્ય વૃક્ષો અંગે નો ખાસ સર્વે 3 માસ થી જંગલ ના ખૂણે ખૂબી જઈ નોંધણી કરી રહ્યા છે જેમાં gps સીસટમ ખુબ ઉપયોગી થઇ રહેશે કાગળ પર નોન્ધાયેલ્ક માહિતી ની સાથે સાથે gps દ્વારા પણ નોંધની કરવામાં આવશે. જીપીએસ સીસટમ થી સાસણ ગીર માં કર્મચારીઓ દ્વારા થતો ભ્રષ્ટાચાર પણ અટકાવી શકાશે જેથી ક્યાં કર્મચારીઓ ક્યાં અને ક્યા કાર્ય માટે કામગીરી બજાવિ રહ્યા છે તે જાણવું સરળ બની રહશે.