જુનાગઢ, તા. ૨૯
સિંહ ના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રખ્યાત છે આ ઝૂ હાલ માં એક નવો પ્રયોગ હાથ ધરી રહ્યું છે જેમાં ગર્ભવતી બનેલી સિંહણ ને શીખવવામાં આવી રહ્યા છે માતૃત્વના પાઠ અને તેના આવનારા બચ્ચાને કેવી રીતે જંગલ નું વાતાવરણ મળી રહે તે માટે થઇ રહ્યા છે.
જુનાગઢ સક્કરબાગ ઝૂ વિશ્વ સ્તરે પ્રસિદ્ધ છે વિશ્વભરમાં એશિયાટિક લાયન આપે છે જુનાગઢ સક્કરબાગ ઝૂ લંડન, ન્યુયોર્ક પરાગ ઝૂ જેવા . વિશ્વિખ્યાત ઝૂ માં સક્કરબાગ ઝૂ માંથી એશિયાટિક લાયન આપવામાં આવે છે, એશિયામાં પ્રાપ્ર્ય એવા એશોયાતિક સિંહો ની પ્રજાતિ ને બચાવવા સંવર્ધન અને સંરક્ષણ ના પ્રય્તની કરવામાં આવી રહ્યા છે . એમાં ખાસ કરીને આ વર્ષે એક નવો પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યા છે. ગર્ભવતી બનેલી બે સિંહણો ને માતૃત્વના પાઠ શીખવવામા આવી રહ્યા છે. મહેશ્વરી નામની સિંહણ એક શ્રેષ્ઠ માતા છે અને એટલે જ બે ગર્ભવતી સિહણ ને મહેશ્વરી ના બાજુના પાંજરા માં રાખવામાં આવી છે જેથી મહેશ્વરી પાસેથી માતૃત્વના પાઠ શીખે અને બચ્ચાનું જતન કરતા શીખે. હાલ તો બન્ને સિંહણો અનુભવી મહેશ્વરી સાથે ના પાંજરામાં રહી બચ્ચાનું જતન કરતા શીખી રહી છે.
વિશ્વસ્તરે પ્રસિદ્ધ બનેલું આ ઝૂ જોવા દેશ વિદેશ થી દરવર્ષે લાખો મુલકિઅતિઓ આવે છે તેમના મતે ઝૂના આ પ્રયોગની પ્રશંશા કરવામાં આવી રહી છે. સિંહોના બચ્ચા ને જંગલ જેવું વાતાવરણ મળે અને કુદરતી વાતાવરણ માં જીવતા શીખે તે માટે થઇ રહેલા પ્રયત્નો ખરેખર પ્રશંશા પાત્ર છે.
જુનાગઢ ઝૂના આ રીતનો ની હાલમાં તો ચારેબાજુ પ્રશંશા થઇ રહી છે હવે જોવાનું રહે છે કે ગર્ભવતી બનેલી સિંહણો પોતાના બચ્ચાનું જંતન કેવી રીતે કરે છે …? મહેશ્વરીના સાથ અને સંસર્ગ થી બન્ને સિંહણો ભવિષ્યમાં કેવી માતા બનશે તે જોવાનું રહેશે.