HomeWild Life Newsગીર સફારીની ડેડકડી રેન્જમાં 13 એશિયાટીક સિંહનો પરિવાર આરામ ફરવાતો દર્શ્યમાન થયો

ગીર સફારીની ડેડકડી રેન્જમાં 13 એશિયાટીક સિંહનો પરિવાર આરામ ફરવાતો દર્શ્યમાન થયો

ગીર અભયારણ્યમાં સામાન્ય રીતે એકલ દોકલ સિંહો જોવા મળતા હોય છે પણ એક સાથે 13 જેટલા સિંહો જોવા મળવા એક અવિસ્મરણીય લ્હાવો છે.

કહેવાય છે કે સિંહના ટોળા ન હોય! પરંતુ ગીરના જંગલોમાં ક્યારેક ક્યારેક સિંહોનાં ટોળા કેમેરામાં કેદ થતા હોય છે. આ વખતે એક સિંહ પરિવાર આરામ ફરમાવતો હોય તેવું દ્રશ્ય કેમેરામાં કેદ થયો છે. તસવીરમાં જોઈ શકાય છે કે ધોમધખતા ઉનાળામાં એક સિંહ પરિવાર આરામ કરી રહ્યો છે. ગીર સફારીની ડેડકડી રેંજમાં 13 સિહોનો પરિવાર ફરમાવી રહ્યો હોય તેવા દ્રશ્યો કેદ થયા છે.

ઉલ્લેખનીય છે કે ઉનાળાનું સિઝનમાં વન વિભાગ દ્વારા જંગલમાં કૃત્રિમ વોટર પોઈન્ટ ઊભા કરવામાં આવે છે. જ્યાં ટાંકીમાંથી પાણી બહાર ઢોળાતા આજુબાજુની જમીનમાં ઠંડક પ્રસરી જતી હોય છે. આ ઠંડકમાં સાવજોના એક જૂથે ત્યાં ધામા નાખી આરામ ફરમાવ્યો હતો.

ઉનાળામાં જંગલમાં કુદરતી વનસ્પતિ અને કરમદાના ઢુવામાં સિંહો આખો દીવસ પસાર કરે છે. આ સમય દરમિયાન સિંહો ખાસ પાણીવાળા વિસ્તારોમાં જોવા મળતા હોય છે. ડેડકડી વિસ્તારમાં પ્રવાસીઓને સિંહ દર્શન માટે લઈ જવાતા હોય છે ત્યારે પ્રવાસીઓએ પણ આ સિંહોના પ્રાઈડને નિહાળ્યું હશે.

જાણવા મળતી માહિતી પ્રમાણે સિંહોના આ પ્રાઇડમાં પાંચ સિંહણ, એક નર અને 8 જેટલા બચ્ચા હોવાનું માલુમ પડ્યું છે. સાથે આ સિંહોમાં ત્રણ સગી બહેનો હોવાનું માલુમ પડયું છે. કહેવાય છે કે સિંહોના ટોળા નથી હોતા પણ અહીં એક સાથે 13 જેટલા સિંહ આરામ ફરમાવતા નજરે પડ્યા છે.

- Advertisment -