91 ટકા રહેણાક વિસ્તાર ઓછો થવાથી માત્ર 7100 ચિત્તા બચ્યા છે.
પૃથ્વી પર 120 કિમીની ઝડપે સૌથી તેજગતિએ દોડતું ચિત્તો (Cheetah) પ્રાણી લૂપ્ત થવાના આરે છે. પૃથ્વી પર તેનો 91 ટકા રહેણાક વિસ્તાર માણસે છિનવી લીધો હોવાથી વિશ્વમાં માત્ર 7100 જેટલા ચિત્તા (Cheetah) બચ્યા છે. નવાઇની વાત તો એ છે કે 9 ટકા જેટલા વિસ્તારમાં પણ ચિત્તા(Cheetah) એ ખોરાક માટે સિંહ, દિપડા જેવા બીજા શકિતશાળી પ્રાણીઓ સાથે હરિફાઇ કરવી પડે છે.

ચિત્તા(Cheetah) નો શિકાર કરવાના શોખીન શિકારીઓ સાથે ચિતાએ જ છેવટે મરવું પડે છે. દિપડો સતત દોડીને કમજોર પડી જતો હોવાથી પોતાના શિકારનું રક્ષણ પણ કરી શકતો નથી. ઘણીવાર દિપડા અને સિંહ સાથેની શિકાર માટે થતી ફાઇટમાં ચિત્તાએ ભાગવું પડે છે.
એક સમયે ભારત અને શ્રીલંકા સુધી ફેલાયેલા ચિત્તા(Cheetah) ઓ આજે ઇરાન અને આફ્રિકામાં વધુ જોવા મળે છે.આફ્રિકા સુધી ફેલાયેલા છે. ઇરાનમાં ચિત્તા(Cheetah) ની સંખ્યા 50 જેટલી છે. જયારે ઝિમ્બાબ્વેમાં તેની સંખ્યા 15 વર્ષ પહેલા 1500ની હતી તે ઘટીને 150 થી 170 જેટલી રહી છે.

ઝુઓલોજી સોસાયટી ઓફ લંડનના ચિત્તા નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલમાં ચિત્તાના અસ્તિત્વ માટે કપરો સમય ચાલી રહયો છે. ખાસ કરીને તેને બહોળા ફેલાયેલા રહેઠાણ વિસ્તારની જરુર છે. નિષ્ણાતોનું માનવું છે કે ચિત્તા (Cheetah) પોતાનો મૂળ વિસ્તાર છોડીને બહાર રહેતા હોવાથી તેમનો શિકાર થવાનો ભય વધુ છે.
વર્ષ 2016માં કંબોડિયામાંથી વન્ય જીવોના શિકારના 150 કવિન્ટલ જેટલા અવશેષો મળ્યા જેમાં ચિત્તા(Cheetah)નો પણ સમાવેશ થતો હતો. કંબોડિયાથી ચિનમાં જંગલી પ્રાણીઓના અવશેષોની તસ્કરી ખૂબ જ થાય છે. સારી કમાણી થતી હોવાથી શિકારીઓ હંમેશા પોતાના જીવના જોખમે તેને મારવા તૈયાર રહે છે.