HomeWild Wikiપ્રાણીમાં સૌથી વધુ બુદ્ધિશાળી વાનરની એક પ્રજાતિ: કેપૂચિન (Capuchin monkey)

પ્રાણીમાં સૌથી વધુ બુદ્ધિશાળી વાનરની એક પ્રજાતિ: કેપૂચિન (Capuchin monkey)

પ્રાણી જગતમાં માણસ પછી વાનર સૌથી બુદ્ધિશાળી પ્રાણી માનવામાં આવે છે. વાનરની એક પ્રજાતિ જેને કેપુચિન(Capuchin monkey) તરીકે ઓળખવામાં આવે છે.

કહેવાય છે કે માણસની ઉત્પતિ પણ વાનર માંથી જ થઈ હોવાનું મનાય છે. ત્યારે પૃથ્વી પર વાનરની અનેક પ્રજાતિ અને પેટા જાતિ જોવા મળે છે. દરેક વાનરના કદ અને રંગરૃપની વિશેષતા અલગ-અલગ હોય છે. જેમાનું એક વાનરની પ્રજાતિ કેપૂચિન વાનર(Capuchin monkey) છે.

WSON Team

કેપૂચિન વાનર(Capuchin monkey)નું શરીર કાળુ કે રાખોડી હોય છે તેના ખભા અને મોં કેસરી રંગના હોય છે. કેપૂચિન વાનર(Capuchin monkey)અન્ય વાનર કરતાં તેની પૂંછડી લાંબી હોય છે. કેપૂચિન વાનર(Capuchin monkey) વનસ્પતિ ઉપરાંત માછલી અને નાના જીવોનો શિકાર કરી ખોરાક મેળવે છે.

મનોવિજ્ઞાન અને જીવશાસ્ત્રના પ્રયોગમાં કેપૂચિન વાનર(Capuchin monkey)નો ઉપયોગ વ્યાપક છે. કેપૂચિન વાનર(Capuchin monkey) વાનરને તાલીમ આપી શકાય અને ઘણી ક્રિયાઓ ઝડપથી શીખી શકે છે. જેના દ્વારા આજે પણ માનવ અને વાનર વચ્ચેની સામ્યતાઓ અંગે સંશોધનો થઈ રહ્યા છે.

WSON Team

કેપૂચિન વાનર(Capuchin monkey) લાકડી અને પથ્થરનો હથિયારની જેમ ઉપયોગ કરી શકે છે. બદામ, અખરોટ જેવા ફળો તોડવા તે પથ્થર એકઠા કરી રાખે છે. આ વાનર ચોક્કસ વનસ્પતિના પાન શરીર પર ચોળીને મચ્છરને દૂર રાખે છે.

કેપૂચિન વાનર(Capuchin monkey)શાંતિપ્રિય વાનર છે. કેપૂચિન વાનર(Capuchin monkey) ખાસ કરીને ટોળામાં પોતાના વિસ્તારમાં જ રહે છે. અને આ વાનર પોતા પરિવારને ખુબ સાચવે છે.

- Advertisment -