HomeWild Wikiગીધની એક પ્રજાતી જે દેખાવડી અને રૂપાળી છે: કિંગ વલ્ચર( King vulcture)

ગીધની એક પ્રજાતી જે દેખાવડી અને રૂપાળી છે: કિંગ વલ્ચર( King vulcture)

સામાન્ય રીતે ગીધ(vulcture) એક એવું પક્ષી છે જે ભાગ્યે જ કોઈને ગમતું હોય ગીધ(vulcture) દેખાવે સાવ સામાન્ય લાગતું ગીધ અલાયદુ રહેવા વાળુ પક્ષી છે. ગીધ(vulcture) એક શિકારી પક્ષી છે.

લગભગ દરેક પક્ષી કે પ્રાણીનું માસ આરોગી શકતું હોય છે. વળી સમાન્ય રીતે ગીધ અન્ય પક્ષીઓની જેમ સુંદર નથી હોતું અથવા તો કોઈ જોનારને પહેલા નજરમાં પસંદ પડે એવું પક્ષી નથી ગીધ કદરૂપાની સાથે સાથે ડરામણા પણ હોય છે. પરંતુ ગીધ(vulcture)ની એવી એક પ્રજાતી છે કે જેની ગણતરી સૌથી દેખાવડા ગીધ(vulcture) તરીકે થાય છે.

WSON Team

મેકિસકોના આર્જેન્ટીના અને દક્ષિણ અમેરિકાના જંગલમાં રહેતા કિંગ વલ્ચર( King vulcture) નામના ગીધ રૂપાળા અને દેખાવડા ગીધ છે. તેને પહેલીવાર જોતા તમને તે ગીધની પ્રજાતી બિલકુલ નહી લાગે કારણ કે શરીરે સફેદ રંગ સાથે કાળા ટપકાં ધરાવતા હોય છે.

તેમજ તેની ડોક અને માથા ઉપર કેસરી અને પીળા રંગની છાંટ તેને રાજા એટલે કે કિંગ જેવો દેખાવ આપે છે. તેની ચાંચ પણ કેસરીયા રંગની હોય છે જે તેની શોભામાં વધારો કરે છે. કિંગ વલ્ચર( King vulcture)ના સુંદર દેખાવને કારણે જ તેનું નામ કિંગ વલ્ચર રાખવામાં આવ્યું છે.

કિંગ વલ્ચર( King vulcture) વિષે થોડું જાણીએ:

WSON Team
  • કિંગ વલ્ચર( King vulcture)ની નજર ખુબ જ તીક્ષ્ણ હોય છે બીજા ગીધ કરતાંય સરખામણીમાં કિંગ વલ્ચર( King vulcture) વધારે તીક્ષ્ણ દ્રષ્ટિ ધરાવતા હોય છે .તે ઉંચે આકાશમાં ઉડતું હોય ત્યાંથી જમીન ઉપર રહેલા પોતાના નાનામાં નાના શિકારને પણ સહેલાઈથી જોઈ શકે છે.
  • કિંગ વલ્ચર( King vulcture) આકાશમાં પાંખો હલાવ્યા વગર કલાકો સુધી હવામાં ઉડી શકે છે. તે પોતાની રહેઠાણ વ્યવસ્થા અન્ય પક્ષીઓની જેમ ઝાડ ઉપર પણ જમીન પર કર છે. જમીન ઉપર પથ્થરોને એક બીજા પર ગોઠવીને પોતાના માટે રહેઠાણ બનાવે છે.
  • દક્ષિણ અમેરિકાની પ્રાચીન સંસ્કૃતિમાં કિંગ વલ્ચરને દેવદુત ગણવામાં આવતાં હતાં. તે લોકો આ પક્ષીને ખુબ માનતા હતા.
  • કિંગ વલ્ચર( King vulcture) 30થી 32ઈંચ લાંબા હોય છે. તેની પાંખો એક મીટર ઘેરાવાણી વિશાળ હોય છે. તેની પાંખોના પીંછા આગળથી કાળા હોય છે. તેની ચાંચના ઉપરના ભાગમાં પીળા અને સોનેરી રંગની કલગી હોય છે.
  • કિંગ વિલ્ચર( King vulcture) પક્ષી ભલે શરીરે દેખાવડું હોય પણ તે સ્વભાવે ગીધની જ પ્રકૃતિ ધરાવે છે. મુળ તે જ પ્રજાતિનું હોવાથી તે પણ માંસાહારી છે. અને મોટેભાગે મૃત પ્રાણીના શરીરને ફોલી ખાય છે. અને પોતાનું પેટ ભરે છે.
- Advertisment -