HomeWild Life Newsજૂઓ અહીં આદમખોર દીપડો આખરે પાંજરે કેવી રીતે પૂરાયો

જૂઓ અહીં આદમખોર દીપડો આખરે પાંજરે કેવી રીતે પૂરાયો

અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ તાલુકાના હેમાલ ગામમાં ૨૪ કલાક પહેલાં ત્રણ વર્ષની બાળકીને મારનારા દીપડાને પકડવા વનવિભાગની ટીમ સતત દોડતી હતી. જાફરાબાદ વનવિભાગની ટીમ અને અન્ય વનવિભાગની મદદ મેળવી અલગ અલગ પાંજરા ગોઠવી દીધા હતા અને મોડી રાતે વનવિભાગે દીપડાને પાંજરામાં પુરી દીધો હતો.

ત્રણ વર્ષની બાળકીને દીપડાએ મારતાં આસપાસના ગામો અને સ્થાનીક લોકો ફફડી ઉઠ્યા હતા. ત્યારે વનવિભાગ ટીમ દ્વારા દીપડાને પકડવા પાંજરામાં કેમેરા મૂકી સતત લોકેશન મેળવતા હતા. દીપડાની ગતિવિધિ પર વનકર્મી સતત વોચ રાખતા હતા અને દીપડો નજર ચુકી અન્ય વિસ્તારમાં ન જાય તેની સતત તકેદારી રાખતા હતા. જ્યારે આખરે મોડી રાતે વનવિભાગનુ ઓપરેશન પાર પડતા સ્થાનિકો અને વનવિભાગએ રાહતનો શ્વાસ લીધો હતો.

- Advertisment -