HomeWild Life Newsછેલ્લા 2 વર્ષમાં ગીર અભ્યારણ્યમાં આટલી સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લીધી

છેલ્લા 2 વર્ષમાં ગીર અભ્યારણ્યમાં આટલી સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લીધી

કોરોના મહામારીએ માત્ર સામાન્ય નાગરીકો જ નહીં પરંતુ એશીયાઈ સાવજોના વસવાટ સ્થાનને પણ અસર કરી છે. ગીર અભ્યારણ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં અર્ધોઅર્ધ ઘટાડો થયો છે. આ કારણોસર અભ્યારણ્યની આવકમાં ઘટાડો છે.

વર્ષ 2020 માં કોરોનાનો પગપેસારો થયા બાદ દેશ વ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતું. ત્યારપછી પણ નિયંત્રણાત્મક પગલાઓ ચાલુ જ હતા. અભ્યારણ્ય પણ બંધ હતું એટલુ જ નહિં લોકો પણ ઓછા બહાર નિકળતા હતા. આ સ્થિતિમાં ગત સાલ દરમ્યાન ગીર અભ્યારણ્યમાં પ્રવાસીઓની સંખ્યા ઘટીને 2.45 લાખ હતી. 2019 માં 5 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. અભ્યારણ્યની આવક પ્રવાસી આધારીત જ હોવાનું સ્પષ્ટ છે. 2019 માં ગીર અભ્યારણ્યની આવક 10.90 કરોડ હતી તે 2020 માં ઘટીને 5.31 કરોડ હતી.

રાજ્ય સરકાર સિંહ દર્શનને પ્રાધાન્ય આપી રહી છે. તેવામાં છેલ્લા બે વર્ષમાં કુલ સાત લાખ 74 હજાર પ્રવાસીઓએ સાસણગીર અભ્યારણ્યની મુલાકાત લીધી છે. જેમાં વર્ષ 2019માં સરકારને 10 કરોડ 90 લાખ અને વર્ષ 2020માં પાંચ કરોડ 31 લાખથી વધુની આવક થઈ છે. ધારાસભ્ય ભગાભાઈ બારડના સવાલમાં સરકારે વિધાનસભા ગૃહમાં લેખિતમાં જવાબ આપ્યો હતો.

વર્ષ 2019

સિંહ દર્શન માટે 92,253 પરમીટ ઈશ્યુ થઈ
5.29 લાખ પ્રવાસીઆેની મુલાકાત
સરકારને રૂ. 10.90 કરોડની આવક

વર્ષ 2020

સિંહ દર્શન માટે 44,512 પરમીટ ઈશ્યુ થઈ
2.45 લાખ પ્રવાસીઓની મુલાકાત
સરકારને 5.51 કરોડની આવક

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષમાં કુલ સાત લાખ 74 હજાર પ્રવાસીઓએ સાસણગીર અભ્યારણ્યની મુલાકાત લીધી હતી.

- Advertisment -