HomeWild Wikiસમુદ્રની દુનિયામાં એક અનોખો જીવ, અડધું જળચર પ્રાણી-અડધો છોડ

સમુદ્રની દુનિયામાં એક અનોખો જીવ, અડધું જળચર પ્રાણી-અડધો છોડ

શું તમે કોઈ એવો જીવ વિશે જાણો છો કે જે માત્ર જાનવરો જ ખાય અને વનસ્પતિની જેમ ખોરાક પણ બનાવી શકે છે. 

મહાસાગરમાં આવો જ એક જીવ મળી આવ્યો છે. વૈજ્ઞાનિકોએ જોયું કે, સમુદ્રી સ્લગ યા ગોકળગાય આમ તો જાનવર જ છે, પરંતુ તે પોતાનામાં એક વિચિત્ર ક્ષમતા વિકસિત કરી શકે છે જેનાથી તે વનસ્પતિની જેમ ખોરાક બનાવી શકે છે.

દરિયાઈ ગોકળગાય અથવા સ્લગના શરીરમાં ક્લોરોફિલ હોય છે. તેનો ઉપયોગ સૂર્યપ્રકાશ દ્વારા ખોરાક બનાવવા માટે કરે છે. તે છોડની જેમ જ પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. રસપ્રદ વાત એ છે કે તે જન્મતાંની સાથે જ ક્લોરોફિલ ધરાવતા નથી. જીવનભર ઘણી બધી વનસ્પતિ ખાઈને ક્લોરોફિલ મેળવે છે. તેથી તેમને સેકોગ્લાસન અથવા સત્વ ચૂસનારા સી સ્લગ્સ કહેવામાં આવે છે. કારણ કે, તે ખરેખર કોષોમાંથી સામગ્રી ચૂસે છે. આ માટે સ્ટ્રો જેવા મોસ રેસાનો ઉપયોગ કરે છે. પરંતુ તે પ્રાણીઓની જેમ ખોરાક પચાવે છે. તેઓ ક્લોરોપ્લાસ્ટને શેવાળમાંથી અલગ કરે છે અને તેને કોષોમાં સમાવે છે. આ પછી તેમને માત્ર સૂર્યપ્રકાશની જરૂર છે.

કોઈ એવું જાનવર કે માત્ર વનસ્પતિ ખાઈને પણ પોતે છોડની જેમ કામ કરી શકે છે. શું તેને ખરેખર જાનવર જ કહેવાશે કે છોડ કહેવાશે?

આ સમગ્ર પ્રક્રિયાને ક્લેપ્ટોપ્લાસ્ટી કહેવામાં આવે છે અને તે આ વિચિત્ર ક્ષમતાને કારણે જ તેમનું નામકરણ સૌર ઉર્જા સમુદ્ર સ્લગ કહેવામાં આવે છે. પરંતુ શું આ પ્રાણીઓ ક્લોરોપ્લાસ્ટની ચોરી કરીને જ આ રીતે પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે? વૈજ્ઞાનિકો જાણતા હતા કે આ શક્ય નથી. તેથી જ તેણે તેના મૂળ સુધી પહોંચવાનો નિર્ણય કર્યો હતો.

સંશોધકોએ શોધી કાઢ્યું કે, એલિસિયા ક્લોરોટિકા માત્ર શેવાળમાંથી ક્લોરોપ્લાસ્ટની ચોરી કરતું નથી, પરંતુ તેમના જનીન પણ લે છે અને તેને તેના પોતાના ડીએનએમાં એકીકૃત કરે છે. જીન ટ્રાન્સફરનું આ એક ખૂબ જ અનોખું અને અદ્ભુત ઉદાહરણ છે. તેઓ મોટાભાગે અમેરિકા અને કેનેડાના પૂર્વીય દરિયાકાંઠાના ખારા પાણી, તળાવો વગેરેમાં જોવા મળે છે. આ 2થી 3 સે.મી.ના જીવો 6 સેમી સુધી લાંબા હોઈ શકે છે.

યુવાન ઇલિસિયા ક્લોરોટીકા લાલ અથવા રાખોડી રંગના હોય છે અને એકવાર તેઓ ક્લોરોપ્લાસ્ટ્સ વિકસાવવાનું શરૂ કરે છે, તે તેજસ્વી લીલા થઈ જાય છે. લીલા રંગની મદદથી તેઓ શિકારી પ્રાણીઓને પણ છેતરવામાં સફળ થાય છે. તેઓ પ્રકાશસંશ્લેષણ દ્વારા એક વર્ષ સુધી ખાધા વિના જીવી શકે છે.

- Advertisment -