આબોહવા પરિવર્તનને કારણે પક્ષીઓ સામેના જોખમોને ઉજાગર કરવા માટે આ દિવસની ઉજવણી
રાષ્ટ્રીય પક્ષી દિવસ દર વર્ષે 5મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. પ્રકૃતિ પ્રેમીઓ, પર્યાવરણવાદીઓ, પક્ષી નિરીક્ષકો અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના લોકો રાષ્ટ્રીય પક્ષી દિવસની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરે છે. રાષ્ટ્રીય પક્ષી દિવસ એ પક્ષીઓ પ્રત્યે પ્રેમ દર્શાવવાનો ખાસ દિવસ છે. લોકોમાં પક્ષી જાગૃતિ વધારવા માટે બર્ડ ડે સેલિબ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે ખાસ હોય છે. લોકોમાં પક્ષીઓ પ્રત્યે જાગૃકતા હોય આથી આ દિવસને ઉજવવામાં આવે છે. બૉર્ન ફ્રી યૂએસએ અને એવિયન વેલફેરના ગંઠબંધને વર્ષ 2002માં પહેલીવાર રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી.
પક્ષી દિવસ અમેરિકા સહિત આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય પક્ષી દિવસ 5 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર અમેરિકામાં પક્ષી દિવસની ઉજવણીની શરૂઆત થઈ હતી. વર્ષ 2002માં પહેલીવાર આની ઉજવણી થઈ. પણ ધીમે-ધીમે આખા વિશ્વમાં આને ઉજવવામાં આવ્યો. રાષ્ટ્રીય પક્ષી દિવસ જુદાં-જુદાં દેશોમાં જુદી-જુદી તારીખે સેલિબ્રેટ કરવામાં આવે છે.
શું છે રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવાનું મહત્વ:
રાષ્ટ્રીય પક્ષી દિવસ જંગલી અને પાળેલા પક્ષીઓને બચાવવા માટે એક અભિયાન તરીકે ઉજવવામાં આવે છે. જેથી તેમનું અસ્તિત્વ જળવાઈ રહે. રાષ્ટ્રીય પક્ષી દિવસ સમારોહ આ પરિસ્થિતિજન્ય મુશ્કેલીઓ વિશે જાગૃકતા ફેલાવવા અને વિશ્વમાં પક્ષીઓની રક્ષા તેમજ સંરક્ષણ માટે લોકોને શિક્ષિત કરવા માટે એક મંચ અને તક આપે છે.
વિશ્વમાં અનેક એવા પક્ષી છે જે લુપ્ત થવાને આરે છે. ભારતમાં જ અનેક પક્ષીઓનું સંરક્ષણ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે. ગેરકાયદેસર વેપાર, રોગો અથવા આબોહવા પરિવર્તનને કારણે પક્ષીઓ સામેના જોખમોને ઉજાગર કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. માનવસર્જિત સમસ્યાઓના કારણે પક્ષીઓની સ્થિતિ કથળી રહી છે. ઉડતા જીવો તેમના રહેઠાણમાં માનવ દખલગીરીને કારણે તેમના નિવાસસ્થાન અને જીવનની ગુણવત્તા ગુમાવી રહ્યા છે જે ઇકોસિસ્ટમને ખલેલ પહોંચાડે છે.
કેવી રીતે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય પક્ષી દિવસ:
રાષ્ટ્રીય પક્ષી દિવસ ખાસ રીતે ઉજવવામાં આવે છે. લોકો બર્ડ વૉચિંગ સિવાયના અનેક કાર્યક્રમોમાં ભાગ લે છે. જેમાં પક્ષીઓ પ્રત્યે લોકોને જાગૃક કરવામાં આવે છે. પક્ષીઓ વિશે વધારે અધ્યયન અને અન્યોને શિક્ષિત કરવામાં આવે છે. જે પ્રજાતિએ લુપ્ત થઈ રહી છે તેમના પ્રત્યે લોકોને જાગૃક કરવામાં આવે છે. કેવી રીતે આનું સંરક્ષાણ થાય તે વિશે માહિતી આપવામાં આવે છે તેમને શીખવવામાં આવે છે અને આ રીતે લોકોને પક્ષીઓ પ્રત્યે પ્રેમ અને માન પણ જાગે છે. તેમના પ્રત્યેન તેમનો જોવાનો દ્રષ્ટિકોણ બદલાય છે.