HomeWild Life Newsકર્ણાટક: કાર્ડીયાક એરેસ્ટના કારણે એક હાથીનું મોત નિપજયું

કર્ણાટક: કાર્ડીયાક એરેસ્ટના કારણે એક હાથીનું મોત નિપજયું

કર્ણાટકમાં 35 વર્ષના એકદંત નામના હાથીનું શિવમોગાના સકરેબેલુ કેમ્પમાં મોત થયું હતું. સકરેબેલુ વન અધિકારીઓ અનુસાર, હાથીનું મોત કાર્ડીયાક એરેસ્ટના કારણે થયું હતું.

જણાવાઇ રહ્યું છે કે એકદંત નામના આ હાથીની લાશ શેટીહલ્લીના જંગલમાંથી મળી આવી હતી. એકદંતને હસન જીલ્લાના સકલેશપુરના જંગલોમાંથી બે વર્ષ પહેલા પકડવામાં આવ્યો હતો.શિવમોગા શહેરથી ર૦ કિલોમીટર દૂર આવેલ સકરેબેલુ હાથી કેમ્પ ટેમીંગ ટસ્કર્સ માટે જાણીતો છે. એકદંતના મોત પછી હવે આ કેમ્પમાં ર૩ હાથી બચ્યા છે.

- Advertisment -