કુદરતે આપેલા નેચરલ ટ્રેઝરમા આ સ્થળ હજુ સુધી અજાણ્યા જેવુ જ રહ્યું છે.
જો તમે નેચર અને ઈતિહાસમા રસ ધરાવો છો તો સૌરાષ્ટ્રનો અરબી સમુદ્ર કિનારો તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે. અરબ સાગરના કાંઠે આવુજ એક રસપ્રદ ડેસ્ટીનેશન આવેલુ છે ‘મુળદ્વારકા’
ગીરસોમનાથ જિલ્લાને કુદરતે આપેલા નેચરલ ટ્રેઝરમા આ સ્થળ હજુ સુધી અજાણ્યા જેવુ જ રહ્યું છે. સોમનાથથી દિવ જતા કોડીનાર શહેર પાસે આ સ્થળ આવેલુ છે. સોમનાથથી 51 કિ.મી. અને દિવથી 45 કી.મી. જેટલુ અંતર મુળદ્વારકાનુ થાય છે.
હવે વાત અહીના ઐતિહાસિક મહત્વની મુળદ્વારકા એ દ્વારકા પહેલા ભગવાન શ્રીકૃષ્ણ એ વસાવ્યુ હોવાની વાયકા છે.અહી આર્કીયોલોજી ઓફ ઈન્ડિયાના સંરક્ષીત આર્કિટેક્ચરોમા સામાવિષ્ટ મંદીર છે.
આ મંદીરને 10મી સદીની આસપાસ સોલંકી રાજાઓએ બંધાવ્યુ હોવાનો ઈતિહાસ છે.મંદીર દ્વારકાધિશનું છે જેનો મુળ ઢાચો સંરક્ષીત છે. આ મંદિર સાથે લોક વાયકો અને ઘણો જુનો ઈતિહાસ પણ જોડાયેલો છે. આ મંદિર રાધા કૃષ્ણનું સદીઓ જુનુ મંદિર હોવાનું લોકો માની રહ્યા છે.
મંદિરની ડિઝાઈન લગ્ન મંડપની ચોરી જેવી છે.મંદીરની નીચે એક ગુપ્ત ભોયરૂ આવેલું છે. વાયકાઓ મુજબ આ ભોયરૂ દ્વારકામા નિકળે છે પણ હાલ તે બંધ છે. મુળદ્વારકાજ ભગવાન શ્રી કૃષ્ણની સોનાની દ્વારકા હતુ એવુ ઈતિહાસકારોનુ માનવુ છે.
ઈતિહાસમા અને ધર્મમાં રસના પડતો હોય તો પણ જો તમે દિવથી સોમનાથ અહીયા પહોચવા માટે બાય રોડ અમદાવાદ અને વડોદરા તેમજ સુરતથી ટ્રેન અને બસમા વેરાવળ અથવાતો કોડીનાર સુધી પહોચવુ ટ્રેન વેરાવળ સુધી મળે છે. જ્યારે બસ દ્વારા કોડીનાર સુધી પહોચી શકાય છે. જો પોતાનુ વ્હિકલ હોય તો વધારે સુવિધા રહેશે. આ પ્રચલિત સ્થળ ન હોવાના કારણે અહીયા ખાસ ખાવા પીવાની ચીજો નથી મળતી માટે સાથે અનુકુળ આવે તેવો ખોરાક લઈ જવો જોઈએ.
તમે વેરાવળ અથવા દિવમા રાત્રી રોકાણ હોટેલમાં તમારા બજેટને અનુકુળ કરી શકો છો. મુળદ્વારકાનો દરીયા કિનારો વિશાળ અને રમણીય છે. સ્થાનિક બીચની વ્યાખ્યામા ન આવે છતા નજીકમા નાહવાની મજા લઈ શકાય.ખડકાળ અને રેતાળ કાંઠા પર બેંન્ચીસ મુકેલી છે. જ્યા બેસીને સમુદ્રમા આવતા મોજાઓ નિહાળવાથી મજા પડે છે.
કે સોમનાથથી દિવ જતા હો તો અહીનો દરીયા કિનારો માણવા લાયક છે.ટુરિઝમ સાથે કનેક્ટના હોવાના કારણે અહીં ખાસ સુવિધાઓ ઉપલબ્ધ નથી. છતા 4-5 કલાક દરીયા કિનારે બેસીને રિલેક્સ થઈ શકાય છે.
મુળદ્વારકાથી 30 કિમીની દુરીએ બૃહદ ગીરમા જામવાળા ગામ પાસેના જમજીર વોટર ફોલને જોવાનુ ચુકવા જેવુ નથી. કોડીનારથી અમરેલી જવાના માર્ગે જમજીરનો ધોધ આવે છે. પંચમહાલ જિલ્લાના ધોધની જેમ અહીયા કોઈ પણ સિઝનમા ન્હાવુ જોખમી છે.
જમજીર ધોધ વિકરાળ ઉંડો હોવાથી ન્હાવાની પરવાનગી નથી પણ ઉંચેથી પછડાતુ ગીરની શિંગોડા નદીનુ પાણી અને લિલૂછમ ગીર તમને સિટી લાઈફના સ્ટ્રેસથી ચોક્કસપણે રીલેક્સ કરશે. જોકે આ વિસ્તાર સાવજની અવર જવર ધરાવતો હોવાથી વનવિહાર કરતા સાવજ જોવા મળી શકે છે.
તો આવો નેકસ્ટ ટ્રીપમા નેચરને માણો.જમજીરથી દિવ 63 કીમી દુર થસે જ્યારે સોમનાથ 82 કિમી દુર છે.જો તમે આ બન્ને સ્થળો પર ફરવા આવો તો મુળદ્વારકા અને જમજીરને અચુક નિહાળજો