HomeWild Life Newsજાણો, ગુજરાતનું આ તળાવ વિદેશી પક્ષીઓ માટે તીર્થ સ્થળ સમાન

જાણો, ગુજરાતનું આ તળાવ વિદેશી પક્ષીઓ માટે તીર્થ સ્થળ સમાન

ભારત એ સેન્ટ્રલ એશિયન ફ્લાય વે નો ભાગ છે એટલે યુરોપિયન, મોંગોલિયન સહિતના યાયાવર પક્ષીઓ ભારતના મહેમાન બને છે. વિદેશી પક્ષીઓના આગમનથી વઢવાણા વેટલેન્ડ ખાતેકુદરતી સૌંદર્યનો નજારો જાેવા મળી રહ્યો છે. વઢવાણા વેટલેન્ડ રામશર એરિયા માટે ક્વોલીફાય થઇ શકે તેવી તમામ બાબતો છે. વઢવાણા તળાવ ખાતે તા.1 જાન્યુઆરીથી અહિંયા પક્ષી ગણતરીની કામગીરી યોજવામાં આવી છે.

ભારત એ સેન્ટ્રલ એશિયન ફ્લાય વે નો ભાગ છે એટલે યુરોપિયન, મોંગોલિયન સહિતના યાયાવર પક્ષીઓ ભારતના મહેમાન બને છે. વિદેશી પક્ષીઓના આગમનથી વઢવાણા વેટલેન્ડ ખાતેકુદરતી સૌંદર્યનો નજારો જાેવા મળી રહ્યો છે. વઢવાણા વેટલેન્ડ રામશર એરિયા માટે ક્વોલીફાય થઇ શકે તેવી તમામ બાબતો છે.

વડોદરા વન ખાતાના વન્ય જીવ વિભાગ દ્વારા દર વર્ષે પક્ષી ગણતરી કરવામાં આવે છે. માર્ચ સુધી વિદેશી પક્ષીઓ વઢવાણા વેટલેન્ડને પોતાનું ઘર બની વસવાટ કરે છે. સ્થાનિક લોકો પણ પૂરતો સહકાર પૂરો પાડી આ સમયગાળા દરમિયાન માછીમારી કરતા નથી આમ તેઓ પણ આ બાબતે જાગૃત્ત છે. વઢવાણા વેટલેન્ડને રામશર સાઇટ જાહેર કરવા માટે હાલ વન વિભાગ અને વન્ય જીવ વિભાગ સતત પ્રયત્નશીલ છે. પ્રવાસીઓને પક્ષીજગતની વિશાળ સૃષ્ટિ વિશે ખ્યાલ આવે અને કેટલાય પક્ષીઓનો પરિચય થાય તે માટે પણ વન વિભાગે કવાયત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વઢવાણા વેટલેન્ડ ભારતના મહત્વના વેટલેન્ડમાં સમાવિષ્ટ છે જ પરંતુ હવે આ જગ્યા રામસર સાઈટ જાહેર થાય એવા વન વિભાગ અને વન્ય જીવ વિભાગના પ્રયત્નો છે.

- Advertisment -