HomeWildlife Specialલાંબી જીભ ધરાવતું પક્ષી ટોની ફ્રોગમાઉથ

લાંબી જીભ ધરાવતું પક્ષી ટોની ફ્રોગમાઉથ

આ પક્ષી ટોની ફ્રોગમાઉથ તરીકે ઓળખાય છે. આ પક્ષી મુખ્યત્વે ઓસ્ટ્રેલિયાનું પક્ષી છે. આ પક્ષીની મજાની વાત એ છે કે તે ફ્રોગમાઉથ જાતિનું હોવા છતાંય ઘણા લોકો તેને તેના દેખાવના કારણે ઘુવડ જ સમજે છે.

ટોની ફ્રોગમાઉથ ઓસ્ટ્રેલિયાના મોટાભાગના વિસ્તારોમાં પ્રખ્યાત છે. તે દરેક ૠતુમાં દેખાતું પક્ષી છે. પક્ષીઓની એક લાક્ષણિકતા એ હોય છે કે મોટાભાગના પક્ષીઓ જીભ નથી ધરાવતા હોતા. જયારે ટોની ફ્રોગમાઉથનું ઉલટું છે. તે પક્ષી હોવા છતાંય તે મોટી જીભ ધરાવે છે. વળી ટોની ફ્રોગમાઉથના મુખની રચના એ મુજબ છે કે તેની ચાંચને ઉપરથી જોતા દેડકા જેવા આકારનું લાગે છે. ટોની ફ્રોગમાઉથનું નામ પણ આ કારણે જ ફ્રોગમાઉથ રાખવામાં આવ્યું છે. કારણ કે તે દેડકા જેવી દેખાતી ચાંચ ધરાવતા હોય છે.

ટોની ફ્રોગમાઉથની બીજી ખાસીયત એ છે કે તે કાંચિડાની માફક પોતાના શિકારને જીભ લાંબી કરીને પકડી શકે છે. ટોનીનું મુખ્ય ભોજન જીવડા છે. તે ઉડતા જીવડાને આજ રીતે પોતાની જીભ લંબાવીને પકડી પાડે છે. ઘુવડે જેવું દેખાતું ટોની કદમાં ઘુવડ કરતા મોટું હોય છે. તે આશરે દોઢ ફુટ લાંબુ અને એક કિલો જેટલું વજન ધરાવે છે. વળી ઘુવડની માફક ટોનીની ચાંચ પણ ઉપરના ભાગથી પીળા કલરની હોય છે. વળી ટોનીના શરીરનો કલર તદ્દન ઝાડના થડ જેવો ભુખરો હોય છે. તેના આખા શરીરે ફર હોય છે. અને દિવસ દરમિયાન થડ ઉપર બેસીને આરામ કરતું ટોની એક નજરે થડ જેવું જ લાગે છે. તે થડ જેવા તેના કલરના કારણે ઝટ દઈને નરી આંખે જોઈ શકાતું નથી.

ઘુવડ જેવી જ આદતો ધરાવતું આ પક્ષી ટોની ફ્રોગમાઉથ પણ રાત્રીના સમયે પોતાના ભોજન માટે શિકાર ઉપર નિકળે છે. બીજા પક્ષીઓ પોતાના શિકાર ઉપર પગ વડે ત્રાટકે છે. જયારે ફ્રોગમાઉથ તેના શિકારને તેની જીભ વડે સંકજામાં લેતું હોય છે. ટોની ફ્રોગમાઉથનું પ્રિય ભોજન નાના-મોટા જીવડાં અને કીડા તો છે જે સાથે સાથે તે ઉંદર જેવા નાના પ્રાણીઓને પણ પોતાનું ભોજન બનાવતા હોય છે.

ટોની ફ્રોગમાઉથ સ્વભાવે શાંત પ્રકૃતિ ધરાવતું પોતાની પસંદગીના ઝાડ ઉપર પોતાના પરિવાર સાથે જીવન પસાર કરે છે. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મોટાભાગે રાત્રિનો સમય પસંદ કરે છે. તેમજ સમગ્ર પરિવાર સાથે જ એકથી બીજી જગ્યા પર વિચરન કરે છે.

- Advertisment -