HomeTravellingજાણે, ગીરનો સાવજ પણ કહી રહ્યો હોય કે " કુછ દિન તો...

જાણે, ગીરનો સાવજ પણ કહી રહ્યો હોય કે ” કુછ દિન તો ગુજારો ગીર મેં “

ખળ ખળ વહેતા ઝરણાઓ અને નદીઓ, છલકતા ચેક ડેમ, ચારે બાજુ ખખડતા વૃક્ષો અને કલરવ કરતા પંખીઓ, ચારે બાજુ દોડતા હરણાઓ આ દ્રશ્ય કોઈ સ્વપ્ન કે કલ્પના નથી, આ છે ગીર ની વાસ્તવિકતા એક તરફ ખુશનુમા બનેલું વરસાદ પછી નું વાતાવરણ અને બીજી બાજુ ગીરની લીલીછમ ચાદર ઓઢેલી ધરતી.જે કોઈ જુએ એક જ શબ્દ તેના મુખમાંથી શરી પડે….વાહ….કુદરત તો અહીં જ છે..અહીં જ છે બસ અહીં જ છે,

આ શબ્દો માનવસહજ હોઈ શકે પરંતુ આ કોઈ પ્રાણી એની અદા માં કહે તો, હાલ ગિરનો વનરાજ ગીરની વનરાઈ અને વરસાદથી ખળ ખળ વહેતા ઝરણાઓ થી એટલો ખુશ થઈ રહ્યો છે. કે જંગલ નો આ રાજા અવારનવાર પહાડીઓ અને ઢોળાવો પર ચડી ગર્જના કરી પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યો છે. હાલમાં તો જંગલમાં સિંહોની ગર્જના સાંભળવા મળતા જાણે લાગે કે ગીર ગર્વ કરતું હોય એવો અહેસાસ થાય છે.

WSON Team

ગીરના આહલાદક વાતાવરણ અને લીલીછમ વનરાઈ વચ્ચે ઘૂમતા સાવજ ઘણીવાર એક થી લઈ 15 ના સમૂહમાં પણ જોવા મળે છે. હાલમાં જ પ્રવાસીઓને જુનાગઢના ભેંસાણ તાલુકાના ગિરનાર જંગલ માં એક સાથે 15 સાવજો નો સમૂહ જોવા મળ્યો હતો. તો ગીરને આસપાના વિસ્તારોમાં ભવનાથ મંદિર અને અશોક શિલાલેખ પાસે પણ સાવજોની ફોજ આંટા મારતી થઈ ગઈ છે.

જો કે અંગે જૂનાગઢ વનયજીવ વર્તુળ ના મુખ્ય અધિકારી ડૉ, ડી.ટી વસાવડા નું કહેવું છે કે, “પહેલા પણ સાવજો અહીં જોવા મળતા અને ગીર અને ગીરનારના જંગલો સાવજો નું નિવાસસ્થાન છે જેમાં આપણે પગપેસારો કરી રહ્યા છે. એ આપણને દખલ નથી પહોંચાડતા પરંતુ આપણે તેમને દખલ પહોંચાડી રહ્યા છીએ. આજનો જમાનો મોબાઈલ અને કેમેરાનો જમાનો છે એથી આ સાવજ આવવાની વાત વાયુવેગે પ્રસરે છે. જે પહેલા શક્ય નહતું. સાવજ નો ટેરે ટરી એરિયા વધુ હોવાથી એ મુક્ત રીતે હરિ ફરી શકે છે. હાલમાં ચોમાસુ ચાલે છે તો ગીર જંગલમાં ગાઢ ઘાસ ઊગી નીકળતા મચ્છર નો ઉપદ્રવ વધે છે. જેથી સિંહ ખુલ્લા વાતાવરણ માં જવાનું વધુ પસંદ કરે છે.”

WSON team

ગીરની ગરિમાને ગૌરવશાળી બનાવતા આ સાવજ જ્યારે ગર્જના કરે છે ત્યારે જાણે ગીરની સુંદરતામાં વધારો થતો હોય તેવો અહેસાસ થાય છે. હાલમાં લોકો ગીરના સાવજને રસ્તા પર બેઠેલા, પુલ પર વચ્ચે બિરાજેલા કે પછી રસ્તામાં આગળ ચાલતા જોઈ સકે છે, જેને જોવા લોકો પોતાનું વાહન થમભાવી કલાકો સુધી સિંહ ને જોયા કરે છે. આપને જણાવી દઈએ કે સાવજો ની એક પ્રકૃતિ છે.

WSON Team

જ્યાં સુધી કોઈ એને પરેશાન ન કરે ત્યાં સુધી એ સામું જોવા પણ તૈયાર નથી થતા. સાવજ હમેશા પોતાની મસ્તીમા લિન હોય છે, પરંતુ જો કોઈ એને છંછેડે તો એ હુમલો કરતા પણ અચકાશે નહિ. સિંહોની આ પ્રકૃતિને કારણે જ પ્રવાસીઓ આનંદથી અને ગર્વ થી સિંહોને જોઈ શકે છે કારણકે સિંહ એક એવું પ્રાણી છે. જેને જોઈએ તો પણ છાતી ગજ ગજ ફૂલી જાય છે.

હાલ તો જે રીતે સાવજની ગર્જનાઓથી ગીર નું જંગલ ગુંજી ઉઠ્યું છે એ જોતાં એવું જ લાગે છે, કે જાણે ગીરનો સાવજ ખુદ પ્રવાસીઓને પોકાર લગાવી રહ્યો છે. “કુછ દિન તો ગુજારો ગિર મેં”

- Advertisment -