HomeWild Life Newsવડોદરા જીલ્લાનું પક્ષીતીર્થ: છેલ્લા ત્રણ વર્ષમાં આ વર્ષે સૌ થી વધુ પંખીઓએ...

વડોદરા જીલ્લાનું પક્ષીતીર્થ: છેલ્લા ત્રણ વર્ષમાં આ વર્ષે સૌ થી વધુ પંખીઓએ વઢવાણાની વાટ પકડી

આ વર્ષે વઢવાણામાં પાણીની સપાટી ઊંચી છે.તેમ છતાં,છેલ્લા ત્રણ વર્ષ પૈકી આ વર્ષે સૌથી વધુ સંખ્યામાં પક્ષીઓ અહીં આવ્યા એ ઘણાં આનંદની વાત છે.

ઉપરોક્ત જાણકારી આપતાં મદદનીશ વન સંરક્ષક એચ.ડી.રાઓલજી અને વઢવાણા આર.એફ.ઓ. આર.એન. પૂવારે જણાવ્યું કે વર્ષ 2020 માં આ વેટલેન્ડ ખાતે 83000, 2021માં ઘટીને 64000 અને આ વર્ષે 2022માં 31000 જેટલી સંખ્યા વધીને 95000 થી વધુ પક્ષીઓ આ તળાવના,અમારા અને ગુજરાતના મહેમાન બન્યા એ હકીકત ખૂબ પ્રોત્સાહક છે.

WSON Team

યાદ રહે કે ત્રણેય વર્ષ કોરોના સાવચેતીઓ પાળીને પંખી ગણના તો કરવામાં આવી જ હતી.આ વર્ષે સૌથી વધુ 18674 જેટલાં નોર્ધન પિંટેલ આવ્યા તો 651 જેટલી સંખ્યામાં કોમન પોર્ચર્ડ આવ્યા. વઢવાણા ખાતે રામસર સાઈટ ના દરજ્જાથી પ્રવાસીઓ વધવાની અમને અપેક્ષા છે.

તેવા સમયે આ પરિસરમાં શુદ્ધ વાયુવરણ જળવાય તે માટે અમે પ્રવાસીઓ માટે બેટરી ઓપરેટેડ વાહનની સુવિધા વિચારી રહ્યાં છે.ઘણાં પ્રવાસીઓ લાંબુ ચાલી શકતા નથી.તેઓ આવા વાહનોમાં પક્ષી નિરીક્ષણની મજા માણે અને વાતાવરણ સુરક્ષિત રહે એ દિશાનું આ પગલું વિચાર્યું છે.

- Advertisment -