HomeWild Life NewsCM વિજય રૂપાણીએ ગુજરાતના આંબરડીમાં નવા સિંહ સફારી પાર્કનું ઉદ્ઘાટન કર્યું

CM વિજય રૂપાણીએ ગુજરાતના આંબરડીમાં નવા સિંહ સફારી પાર્કનું ઉદ્ઘાટન કર્યું

અમરેલી જિલ્લા ના ધારીના આંબરડી સફારી પાર્કનુ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ વિધિવત ઉધઘાટન કર્યું હતું અને સફરીપાર્કની મુલાકાત લઈને ત્રણ સિંહોને સફારીપાર્કમાં ખુલ્લા મુકીને ભારતનું સૌથી પ્રથમ ૧૦૦ એકરથી વધુ  સફારીપાર્ક અંગે વિસ્તૃત માહિતી મુખ્યમંત્રીએ આપેલી હતી. અમરેલી જીલ્લાના આંગણે સોનાનો સુરજ ઉગ્યો હોય તેમ ૨૦૧૪ થી તૈયાર પડેલ ધારીનું આંબરડી સફારીપાર્ક ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ખુલ્લું મુક્યું હતું. વિધિવત રીબીન કાપીને પૂજા પાઠ કરીને સફારીપાર્ક મુખ્યમંત્રીએ ખુલ્લો મુક્યો હતો.

જયારે સફરીપાર્કમાં મુખ્યમંત્રી સહીત વનમંત્રી ગણપત વસાવા સાથે ભાજપના નેતાઓએ સિંહોના દર્શન કાર્ય હતા મુખ્યમંત્રીએ રૂપાણી એ પાંજરા માં કેદ ત્રણ સિંહોને ખુલ્લા મુકીને સિંહ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. રૂપાણી એ જણાવ્યું કે સફારી પાર્ક ના ઉધઘાટન બાદ આ વિસ્તારમાં મોટા પાયે લોકો ને રોજગારી મળશે.૧૦૦ એકરમાં ફેલાયેલ સફારીપાર્ક આખા ભારતભર નો સૌથી મોટો વન્ય પ્રાણીઓ માટેનો પાર્ક છે સાથે ધારીમાં આવેલ હાઇસ્કુલ નું લોકાર્પણ કરીને મુખ્યમંત્રી રુપાણીએ ઉપસ્થિત જનમેદની સંબોધીને અમરેલી જિલ્લાને નવી રોજગારી ની તકો ઉભી થવાથી વિકાસ વધવાની મુખ્યમંત્રીએ વાત કરી હતી.

 

- Advertisment -