પક્ષીઓ આપણી જૈવ- વિવિધતાનો અભિન્ન હિસ્સો છે. ખુલ્લા આસમાનમાં વિહરતા પક્ષીઓની ગણતરી શક્ય તો નથી, પરંતુ ભૂતકાળમાં થયેલા સંશોધનોને આધારે આ પૃથ્વી પર 50 અબજથી વધુ પક્ષીઓ છે, તેવો અંદાજો છે. સંશોધનકારોએ આ અંદાજો ઈ- બર્ડ ડેટા અને અલગોરિધમની મદદથી લગાવ્યો છે. પૃથ્વી પર ચકલીની 9700 પ્રજાતિઓ છે, જે કુલ પક્ષીઓના 92% છે. માણસોની તુલનામાં પક્ષીઓની સંખ્યા 6 ગણી જોવા મળે છે.
ઓસ્ટ્રેલીયાની યુનિવર્સીટી ઓફ સાઉથવેલ્સના પ્રોફેસર કોરે કૈલાગનની આગેવાની હેઠળ થયેલો આ અભ્યાસ તાજેતરમાં યુએસ એકેડમી ઓફ સાયન્સીસના જર્નલ પ્રોસીડીન્ગ્સમાં પ્રકાશિત થયો છે. જેમાં જણાવ્યું છે કે, પૃથ્વી પર 50 અરબથી લઈને 428 અરબની વચ્ચે પક્ષીઓ હોય શકે છે. સંશોધનકારોએ ઈ- બર્ડ ના આંકડા અને અલગોરિધમની મદદથી આ અનુમાન લગાવ્યું છે. ઈ- બર્ડ પર દુનિયાભરના 6 લાખ સીટીઝન સાયન્ટીસ્ટનો ડેટા સુરક્ષિત છે.
કઈ પ્રજાતિના કેટલા પક્ષીઓ છે ?
1.6 અરબ ઘરેલું ચકલી, સૌથી વધુ તેમની સંખ્યા છે. 1.3 અરબ યુરોપિયન મૈના, 1.2 અરબ રીંગ- બીલ્ડ ગલ, એટલે કે સમુદ્રી પક્ષીઓ, અને 1.1 અરબ બાર્ન સ્વોલોવ જોવા મળે છે.
આ પક્ષીઓ છે દુર્લભ શ્રેણીમાં :
ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી કીવી હવે માત્ર 3 હજાર જ છે. જયારે મેડાગાસ્કરમાં જોવા મળતી મેસાઈટ ચકલી માત્ર 1 લાખ 54000 જ જોવા મળે છે. વિશ્વસ્તરે છેલ્લા ચાર દાયકામાં 40% પક્ષીઓની પ્રજાતિઓ લુપ્ત થઇ ગઈ છે.