આપણે બધા જાણીએ છીએ કે વ્હેલ એક દરિયાઈ માછલી છે અને તે વિશ્વનું સૌથી મોટું પ્રાણી છે.

વ્હેલ એક દરિયાઈ માછલી વિશ્વનું સૌથી મોટું પ્રાણી છે. આ મહાકાય પ્રાણી મહાસાગરોમાં ફરે છે ત્યારે મોટા સબમરીન જહાજો અને દરિયાઈ જીવો તેને જોઈને પોતાનો રસ્તો બદલી નાખે છે.
આટલી વિશાળ હોવા છતાં પણ વ્હેલ મનુષ્યો માટે બિલકુલ ખતરનાક નથી, પરંતુ શું તમે જાણો છો કે જો વ્હેલ મરી જાય તો તે મનુષ્યો માટે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે, હા, વ્હેલનું મૃત શરીર ખૂબ જ ખતરનાક હોય છે અને તે બોમ્બ વિસ્ફોટની જેમ માણસોને મારી શકે છે. વ્હેલનું મૃત શરીર કેમ ખતરનાક છે તેનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો.
સંપૂર્ણ રીતે વિકસિત વ્હેલ માછલીની લંબાઈ લગભગ 110 ફૂટ હોય છે અને તેનું વજન 180થી 200 ટન સુધી હોય છે.
જણાવી દઈએ કે જ્યારે વ્હેલ મરી જાય છે ત્યારે દરિયાનાં મોજા તેને કિનારે લાવીને છોડી દે છે. આવી સ્થિતિમાં જે લોકો જીવતી વ્હેલને જોઈ શક્યા ન હોય, તો તે તેના શબને જોવા માટે નજીક પહોંચી જાય છે, પરંતુ આ વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે કે મૃત વ્હેલની નજીક જવું જીવન માટે જોખમી હોઈ શકે છે, કારણ કે મૃત વ્હેલનું શરીર કોઈપણ સમયે વિસ્ફોટ કરી શકે છે. વિસ્ફોટને કારણે, તેમા બ્લાસ્ટ થાય છે, જેના કારણે તે વ્હેલનાં મૃત્યુ પછી મનુષ્યો માટે મોટો ખતરો બની જાય છે.
મૃત વ્હેલનું શબ શા માટે વિસ્ફોટ કરે છે શું તમે જાણી છો?

મૃત વ્હેલનું શબ વિસ્ફોટ કરે છે કારણ કે જીવોનાં મૃત્યુ પછી, બેક્ટેરિયા તેમના શરીરનાં આંતરિક ભાગોને ખાવાનું શરૂ કરે છે, તેથી જ તેમના શરીરમાં જે રીતે ગેસ ઉત્પન્ન થવાનું શરૂ થાય છે અને વાયુ તેમના શરીરમાં ઝડપથી વધવા લાગે છે. આ જ પ્રક્રિયા વ્હેલની અંદર પણ મોટી માત્રામાં થાય છે. વળી, વ્હેલનો બાહ્ય પડ ખૂબ જ મજબૂત હોય છે, જેના કારણે ગેસ શરીરમાંથી બહાર નીકળી શકતી નથી અને તે વિસ્ફોટ કરે છે. તેથી, જ્યારે વ્હેલ મૃત્યુ પામે છે, ત્યારે તેના શરીરમાં એક કટ બનાવવામાં આવે છે જેથી ગેસ બહાર આવતો રહે. એવું પણ ઘણી વખત બન્યું છે કે કાપતી વખતે વ્હેલનું શરીર ફાટી જાય અને માંસ બહાર આવીને કેટલાય મીટર સુધી ફેલાઈ જાય. તેથી શરીરને કાપતા પહેલા પણ ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જ્યારે ઘણા ટન વ્હેલનું શરીર વિસ્ફોટ કરે છે, ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે.
જોખમમાં છે આ પ્રાણી

વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબ્લૂડબ્લૂએફ મુજબ બ્લૂ વ્હેલ પર હાલ જોખમ તોળાઇ રહ્યુ છે. એન્ટાર્કટિકા પર કોમર્શિયલ એક્ટિવિટીઝના કારણે વ્હેલ હવે જોખમમાં આવી ગઈ છે અને દિવસેને દિવસે તેની વસ્તી ઘટી રહી છે. વર્ષ 1904માં દક્ષિણ એટલાન્ટિક મહાસાગર પર કોમર્શિયલ વ્હેલિંગ શરૂ થઈ હતી.
વર્ષ 1960માં ઇન્ટરનેશનલ વ્હેલિંગ કમિશન તરફથી કાયદાકિય સુરક્ષા આપ્યા પછી પણ આ ગતિવિધી જારી હતી. વર્ષ 1972 સુધી વ્હેલનો ગેરકાયદેસર રીતે શિકાર થતો હતો. વર્ષ 1926માં 1,25,000 બ્લૂ વ્હેલ હતી, તે વર્ષ 2018 સુધીમાં માત્ર 3000 રહી ગઇ હતી. ત્યારબાદ આ પ્રાણીને સંવેદનશીલ ઘોષિત કરવામાં આવ્યું હતું.