સરોવરની નગરી ઉદયપુરમાં આજે દુર્લભ સફેદ સાપ જોવા મળ્યો હતો. જાણકારોના જણાવ્યા અનુસાર આવા સાપના શરીરમાં પિગમેન્ટેશન ન હોવાથી તેમનું સંપુર્ણ શરીર તેમજ શરીરનો અમુક ભાગ સફેદ થઈ જાય છે.
રાજસ્થાનની સરોવરની નગરી ઉદયપુરમાં સોમવારની વહેલી સવારે એક દુર્લભ સફેદ સાપ જોવા મળ્યો હતો. આ સાપ રેટ સ્નેક પ્રજાતિનો જ હતો, પરંતુ તેમનું શરીર સંપુર્ણ રીતે સફેદ હતુ.આ સાપ ખુબ જ દુર્લભ માનવામાં આવે છે કારણ કે, આવા કિસ્સો ખુબ ઓછા જોવા મળે છે.
આવા સાપના શરીરમાં પિગમેન્ટેશન ન હોવાને કારણે તેમનું સંપુર્ણ શરીર કે પછી શરીરનો અમુક ભાગ સફેદ થઈ જાય છે. આવા સફેદ વાધ, સફેદ કબુતર, સફેદ હરણ અને સફેદ અજગરમાં પણ જોવા મળે છે, પરંતુ સાપોમાં સફેદ સાપ ખુબ દુર્લભ જોવા મળે છે. આવા સાપનો જન્મ થતાં જ તે વધુ સમય સુધી જીવી શકતો નથી. કારણે કે, જંગલમાં બીજા શિકારીઓ સાથે પોતાને છુપાવવા માટે આવા સાપની પાસે તે પ્રાકૃતિક રંગ હોતો નથી. જેના કારણે આવા સાપ જંગલમાં છુપાઈ જાય છે અને શિકારીઓથી બચી જાય છે.
સાપનો રંગ સફેદ હોવાને કારણે તે જલ્દી નજરમાં આવી ચડે છે જેનાથી તેમનો શિકાર જલ્દી થઈ જાય છે. આ દુર્લભ સફેદ સાપનું જૉય ગાર્ડનરે રેસ્ક્યુ કરી ઝૂમાં સોંપવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમને જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો.