HomeWildlife Specialગીરના ગીધ પણ બનશે સોલાર સેટેલાઈટ ટેગથી સુરક્ષિત, વન વિભાગ પહેરાવ્યા ટેગ

ગીરના ગીધ પણ બનશે સોલાર સેટેલાઈટ ટેગથી સુરક્ષિત, વન વિભાગ પહેરાવ્યા ટેગ

પ્રકૃતિમાં દરેક સજીવ કોઈ ને કોઈ રીતે પોતાનો અહમ રોલ ભજવે છે. પક્ષી, પ્રાણી ,જીવજંતુ કે વનસ્પતિ તમામ કોઈ ન કોઈ કારણથી આ પૃથ્વી પર નિર્મિત છે. પૃથ્વી પર રહેનારા આપણે પણ નિર્મિત છીએ પ્રકૃતિના આ તત્વોને જાળવી રાખવા માટે. પણ આપણે આ કામ માં બેકાળજીપૂર્વક વર્તન કરીએ છીએ. અને પરિણામે ટેકનોલોજી દ્વારા આ સજીવોને બચાવવા પ્રયત્ન કરવા પડે છે.

હાલમાં જ વન વિભાગ દ્વારા એક પ્રયોગ સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યો છે. પૃથ્વી પર ના ‘સફાઈકમદાર’ તરીકે ઓળખાતા ગીધની ઘટી જતી સંખ્યાને લઈ પ્રકૃતિપ્રેમી ઓ ચિંતિત થયા છે અને ગીધના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રયોગાત્મક રૂપે 5 ગીધને સોલાર સેટેલાઇટ ટેગ પહેરાવવા માં સફળતા મેળવી છે. ગીધ એક એવી પ્રજાતિ છે જે મૃત પશુઓ અને પ્રાણીઓ પર આધારિત છે.તેમનું અસ્તિત્ત્વ ખરેખર ખૂબ જરૂરી છે પરંતુ વૃક્ષો કપાતાં ગયા જંગલ ઘટતા ગયા, અવાવરી જગ્યાઓ ને ખુલ્લા મેદાનો ઘટતા ગયા ને ગિધો ને વસવાટ કરવો મુશ્કેલ બનતા ખોરાકની શોધમાં ભૂખ્યાં જ મરતા ગયા.

એક સમયે 2000 ની સાલ સુધી હજારો ગીધ જોવા મળતા પરંતુ છેલ્લા વીસ વર્ષમાં ખૂબ ઝડપથી ઘટાડો થતા આજે માત્ર 40 જેટલા બચેલા જ ગિધો ગીર જંગલમાં જોવા મળે છે. વન વિભાગ હવે ગીધના ઉછેર માટે કટિબદ્ધ બન્યું છે અને એટલે જ ગીધની ગતિવિધિ, બીમારી, વસવાટ,જીવનશૈલી વગેરે જાણવા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યુ છે. સોલાર આધારીત સેટેલાઇટ ટેગ ગીધમાં ફિટ કરવામાં આવ્યા છે જે થઈ ગીધના સમૂહ વિશે માહિતી મળતી રહે.

હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા 2020 થી 2025 ગીધ સંરક્ષણ માટે ખાસ કાર્યક્રમ અને આયોજન કરવામાં આવેલ છે.જાણીતા પક્ષીવિદ પદ્મ વિભૂષણ ડૉ સલીમ અલીની 124 મી જન્મજયંતી નિમિત્તે 6 પ્રકારના ગીધ ને સૂર્યઉર્જા આધારિત સેટેલાઈટ ટેગ લગાવવામાં આવ્યા છે જેમાં 1 રાજગીધ,2 સફેદ પીઠગીધ અને 3 ગિરનારી ગીધ પર પ્રયોગ કરવામાં આવેલ છે. ચાર સ્થાલનક છે જ્યારેચાર યાયાવર છે. વર્ષ 1992 થી 2007 દરમ્યાન થયેલા અભ્યાસ અનુસાર, ભારતમાાં સફેદ પીઠ ગીધની વસ્તીમાાં 99.9% અને અન્દ્ય ‘જીપ્સ’ પ્રર્જલતના ગીધની વસ્તીમાાંસરેરાશ 95% નો તીવ્ર ઘટાડો નોંધાયો હતો.

ગીધની આ નાજુક પરિસ્થિતિ ને ધ્યાન પર લેતા, આઇયુસીએન (IUCN) દ્વારા ગીધની પ્રજાતિઓને ‘લુપ્તને આરે આવેલી’ પ્રજાતિ કે ‘ભયગ્રસ્ત’ પ્રજાતિની યાદીમાાં મૂકવામાં આવ્યા છે. વર્ષ 2019માાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ હાલ રાજ્યમાાં કૂલ ૩૫૨ જેટલા ‘સફેદ પીઠ ગીધ’ અને ૨૮૫ જેટલા ‘ગીરનારી ગીધ’ હોવાનો અંદાજ છે. રાજ્યમાાં‘સફેદ પીઠ ગીધ’ની લગભગ 45% જેટલી વસ્તી હાલમાં સૌરાષ્ટ્રમાં વસી રહી છે, જે પૈકી ભાવનગર જિલ્લાની ખાસ કરીને મહુવા વિસ્તારની ગીધની વસ્તી વર્ષ 2012થી અસ્થિર હોવાનુ મનાય છે. આજ પ્રમાણે ‘ગીરનારી ગીધ’ની લગભગ 52% જેટલી વસ્તી પણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં વધુ જોવા મળે છે.

ભારત દેશમાાં કૂલ 9 (નવ) પ્રકારના ગીધ પક્ષીઓ જોવા મળેછે, જે પૈકી ગુજરાત રાજ્યમાં આઠ પ્રજાતિઓ નોંધાયેલી છે, જેમાં ચાર સ્થાનિક છે જ્યારે ચાર યાયાવર છે. વર્ષ 1992 થી 2007 દરમયાન થયેલા અભ્યાસ અનુસાર, ભારતમાાં સફેદ પીઠ ગીધની વસ્તીમાં અને અન્ય ‘જીપ્સ’ પ્રજાતિના ગીધની વસ્તીમાં સરેરાશ 95% નો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. ગીધની આ નાજુક પરિસ્થિતિ ને પર લેતા, આઇયુસીએન (IUCN) દ્વારા ગીધને લુપ્ત થતી પ્રજાતિ કે ભયગ્રસ્ત પ્રજાતિની યાદીમાં મુકવામાં આવેલ છે.વર્ષ૨૦૧૯માાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ હાલ રાજ્યમાં કૂલ ૩૫૨ જેટલા ‘સફેદ પીઠ ગીધ’ અને 285 જેટલા ‘ગીરનારી ગીધ’હોવાનો અંદાજ છે.ગીધની લુપ્ત થતી પ્રજાતિ વૈજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય બનતો જાય છે. એક પ્રયાસ રૂપે ગીધની પ્રજાતિ બચાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ગીધને ટેગ કરવાનુ કાર્ય 12 ઓકટોબર થી 12 નવેમ્બર 2020 દરમ્યાન સાસણ અને મહુવા ખાતે કરવામા આવ્યુ. જે
દરમયાન તજજ્ઞો સાથે પ્રથમ ચોક્કસાઈ અનેઊંડાણપૂર્વકનો સર્વે કરવામા આવ્યો, અને ત્યારબાદ ગીધ પક્ષીઓને અનુભવી અનેકુશળ ટ્રેપરની મદદ વડે પકડીને, સુરક્ષા તેમજ યોગ્ય પદ્ધતિનું પાલન કરી, નિયમો અનુસાર ટેગ લગાડવામા આવ્યા. આ કાર્યથી ગીધ પક્ષીની વર્તુણક બાબતની અનેક વૈજ્ઞાનિક માહિતી પ્રાપ્ત થશેકે જેની મહત્વતા અને જરૂરીયાત અંગે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એક્શન પ્લાનમાં પણ ઉલ્લેખ છે. આ ટેગની મદદથી ગીધના સ્થળાંતર, વસવાટ સ્થાનની પસંદગી, વ્યાપ વિસ્તાર વગેરે બાબતોની માહિતી મળી શકશે. આ તમામ માહિતી ગીધના સંરક્ષણના આયોજનમા અત્યાંત મહત્વની સાબિતી થઈ શકે છે.

આ કાર્યમાં મુખ્ય અધિકારીઓ શ્યામલ ટીકાદર, અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) અને ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન ગુજરાત રાજ્ય ડી. ટી. વસાવડા, મુખ્ય વન સાંરક્ષક, જુનાગઢ વન્યજીવ વર્તુળ અને ડો. મોહન રામ, નાયબ વન સંરક્ષક, વન્યજીવ વિભાગ સાસણ-ગીરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. પક્ષીને આ અગાઉ ટેગાંગ બાબતે અનુભવ ધરાવતા ધ કોબેટ ફાઉન્ડેશનના દેવેશ ગઢવીની તજજ્ઞ તરીકે મદદ લેવાઈ હતી. ભાવનગર ખાતે તજજ્ઞ તરીકેબમાનદ વન્યજીવ સંરક્ષક ડો ઇન્દ્ર ગઢવી અને મહુવા ખાતે અગાઉ ગીધ પર કાર્ય કરી ચૂકેલા ડો પી. પી. ડોડીયા પણ સહાયરૂપ થયા હતા. આ ઉપરાંત વન્યજીવો અંગેની માહિતી એકત્રિત કરી સંશોધનો કરનાર ધવલ મહેતા એ પણ કામગીરી કરી છે.

- Advertisment -