HomeWild Life Newsજંગલ સફારીમાં ગુડ ન્યુઝ: દક્ષિણ અમેરિકાના અલ્પાકાએ આપ્યો બચ્ચાને જન્મ

જંગલ સફારીમાં ગુડ ન્યુઝ: દક્ષિણ અમેરિકાના અલ્પાકાએ આપ્યો બચ્ચાને જન્મ

ઊંચાઈવાળા ઠંડા પ્રદેશના ઊંટના કુળના ના આ નવતર પ્રાણીને ખૂબ કાળજી લઈને રાખવામાં આવ્યું છે.

ગુજરાતીમાં કહેવત છે કે જંગલમાં મંગળ બીજું કે માનવ,પક્ષી કે પ્રાણીના ખોરડે હોય બાળ જન્મ આનંદનો પ્રસંગ ગણાય છે. કેવડિયાના ખાસ આકર્ષણોમાં જેનો સમાવેશ થાય છે એવી જંગલ સફારીમાં થી આવા જ એક આનંદ અંને મંગળના સમાચાર આવ્યા છે. અહીં વસી ગયેલા દક્ષિણ અમેરિકાના મૂળ વતની શ્રીમાન અને શ્રીમતી અલ્પાકા ને ત્યાં પારણું બંધાયું છે.ખૂબ કિંમતી ફર જેને આપણે કડકડતી ટાઢ સામે રક્ષણ આપતું ઊન કહી શકીએ,તેના માટે જાણીતા આ નવતર પ્રાણી યુગલને ત્યાં બચ્ચાના આગમન થી જંગલ સફારી રોમાંચિત થઈ છે.

WSON Team

બાળ અલ્પાકા ના આગમનને હર્ષથી વધાવતા જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું કે જંગલ સફારીનું વાતાવરણ પ્રાણીઓને અનુકૂળ આવતા પ્રાણીની વસ્તીમાં વધારો નોંધાઈ રહ્યો છે.આ બચ્ચાના જન્મ સાથે જ જંગલ સફારીમાં અલ્પાકાની સંખ્યા હવે 4 થઈ છે.

અગાઉ આ પ્રકારના પ્રાણી સંગ્રહાલયો ફક્ત પક્ષી/ પ્રાણી સૃષ્ટિના દર્શન સ્થળો હતાં.હવેઅભિગમ બદલાયો છે અને તે પ્રમાણે ગુજરાત માટે નવલા નજરાણા જેવી કેવડિયાની જંગલ સફારી માત્ર પ્રવાસીઓના મનોરંજનનું સ્થળ ન બની રહેતાં હવે તે વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનનું સ્થળ બન્યું છે.

સતત પ્રાણીઓની દેખરેખ અને કાળજી રાખનાર સફારીના કર્મયોગી એવા એનિમલ કીપર અને તબીબો તરફથી યોગ્ય માવજતને કારણે આ સ્થળે અલ્પાકા નું પ્રજનન,ગર્ભાધાન અને બાળ જન્મ,આ બધું શક્ય બન્યું છે.યાદ રહે કે આ પ્રાણીને ખૂબ સુરક્ષિત,વિશ્વસનીય અને પ્રેમાળ વાતાવરણ મળે તો જ પ્રજનન અને ગર્ભાધાન સુધી વાત પહોંચે છે.ઊંટના કુળના આ પ્રાણી દંપતીને સંતાન પ્રાપ્તિ થી જંગલ સફારીના છોગામાં જાણે કે એક પીંછુ ઉમેરાયું છે.

શું કહે છે ગૂગલ બાબા આ પ્રાણી અંગે:

WSON Team

ગૂગલ બાબા એ વર્તમાન યુગના સહદેવ જોશી છે. એમને પૂછવું પડે અલ્પાકા અંગે પણ તેમની પાસે ઘણી માહિતી છે.
ગૂગલ બાબા કહે છે કે આ એક સૌમ્ય(cool), શાંત,પ્રેમાળ અને કુતૂહલ વૃત્તિ ધરાવતું પ્રાણી છે જેને સરળતા થી પાળી શકાય છે.પેરુ અને બોલિવિયા ની એન્ડીઝ પર્વતમાળા ની ઊંચાઈ પર વસતા લોકો આ પ્રાણીને ઉછેરે છે કારણકે એના ઊન જેવા ગરમ વાળ ની ખૂબ ઊંચી કિંમત અંકાય છે.વર્ષમાં સરેરાશ એકવાર એની બાબરી ઉતારીને ઊન મેળવવામાં આવે છે.છેલ્લા ૫ હજાર કરતાં વધુ વર્ષો થી એ પ્રદેશના લોકો આ પ્રાણીનો ઉછેર કરે છે.

પ્રાણી વિજ્ઞાન કહે છે કે આ પ્રાણીનું પાચનતંત્ર ખૂબ સક્ષમ છે.એટલે ઘેટાં – બકરા જેવા પ્રાણીઓ કરતાં તે કદમાં મોટું હોવા છતાં તેનો ખોરાક એમના કરતાં અર્ધો છે. નર ત્રણ વર્ષની ઉંમરે અને માદા 14 થી 18 મહિનાની ઉંમરે ગર્ભાધાન માટે પુખ્ત બને છે. તેનું આયુષ્ય અંદાજે 20 વર્ષનું છે.જન્મ સમયે બચ્ચાનું વજન 7 થી 8 કી.ગ્રા.હોય છે જે પુખ્ત વયે વધીને 75 કી.ગ્રા.જેટલું થઈ શકે છે.

આ પ્રાણીનું હમશકલ પણ છે:

WSON Team

LIma નામનું અન્ય એક પ્રાણી અલ્પાકા ના, મેળામાં ખોવાઈ ગયેલા ભાઈ જેવું હમશકલ છે એટલે આ બે વચ્ચે ઓળખ ની મૂંઝવણ સર્જાય છે.જો કે Ilma કરતાં કદમાં તે નાનું છે. આ ખૂબ સરળ પ્રાણી છે એટલે બાળ મિત્ર જેવું હોવાથી બાળકો તેની સાથે રમી શકે છે. ગુજરાતના અન્ય કોઈ પ્રાણી ઘરમાં અલ્પાકા છે કે નહિ એની મને ચોક્કસ ખબર તો નથી.મારી માન્યતા પ્રમાણે તો નથી જ એટલે શ્રીમાન – શ્રીમતી અને બાળ અલ્પાકા ને મળવું હોય તો કદાચ કેવડિયા જંગલ સફારી આવ્યા વગર છૂટકો નથી.

- Advertisment -