HomeWild Wikiપાણી વગર લાંબા સમય સુધી રહી શકતું ગ્રેટર બિલ્બી (Greater Bilby)

પાણી વગર લાંબા સમય સુધી રહી શકતું ગ્રેટર બિલ્બી (Greater Bilby)

ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું દેખાવમાં સસલા જેવું લાગતું પ્રાણી ગ્રેટર બિલ્બી અઠવાડીયાઓ સુધી પાણી પીતું નથી.

પૃથ્વી પર દરેક સજીવને પોતાનું જીવન ટકાવી રાખવા માટે પાણીએ મહત્વના સ્ત્રોત માનું એક છે. દરેક સજીવને પાણીની જરૂર પડે છે. માનવ હોય કે પશુ પંખી પાણી પીને પોતાની પાણીને પોતાની જરૂરીયાતને સંતોષે છે. જયારે વનસ્પતિ ઝાકળમાંથી તેમજ વરસાદના ટીપાં જે વનસ્પતિ ઉપર પડે છે. તેને શોષીને પાણીની તરસ છીપાવે છે. આ સુષ્ટિ અનેક અજાયબી અને અસંખ્ય જીવ જંતુઓથી ભરેલી છે. દરેક જીવ અને વન્યપ્રાણીની પોતાની ખાસીયત હોય છે. જેના દ્વારા તે જીવન જીવે છે. આ પૃથ્વી પર એક જીવ એવું પણ છે જેને પાણીની જરૂરીયાત નથી પડતી.

આ વાત સાંભળવામાં વિચિત્ર જરૂર લાગશે પણ આ વાત સાચી છે. ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું દેખાવમાં સસલા જેવું લાગતું પ્રાણી ગ્રેટર બિલ્બી અઠવાડીયાઓ સુધી પાણી પીતું નથી. તેને પોતાના ખોરાક માંથી જ પાણી મેળવી લે છે. બિલ્બી દિવસ દરમિયાન બહાર નિકળતા નથી તેથી પાણીનો વ્યય થતો નથી અને પાણી તેમના શરીરમાં લાંબા સમય સુધી સચવાઈ રહે છે.

ગ્રેટર બિલ્બીની લંબાઈ અને ખોરાક :

ગ્રેટર બિલ્બી અંદાજે દોઢ ફુટ લંબાઈ ધરાવે છે. બિલ્બી ઉંદર જેવું આગળ લંબાયેલું મોં અને સસલાં જેવા મોટા કાનવાળું આ પ્રાણી રાત્રીના સમયે ખોરાકની શોધમાં નીકળે છે. બિલ્બી ભુખરા રંગની સુંવાળી રુવાંટીવાળા બિલ્બીને કાળા રંગની લાંબી પુછડી હોય છે.

બિલ્બીના આગળના પગના નહોર જમીન ખોદી શકે છે. તે જમીનમાં ઉંડે સુધી ખોદકામ કરી બે કે વધુ ચેમ્બરવાળા દર બનાવીને પોતાનું રહેણાક બનાવીને રહે છે. રાત્રીના સમયે શિકાર ખોરાકની શોધમાં નિકળતા આ પ્રાણીની સુંઘવાની અને સાંભળવાની શકિત તીવ્ર હોય છે. ગ્રેટર બિલ્બી વનસ્પતિ ઉપરાંત નાના જીવજંતુઓ ખાઈને જીવે છે. તેને પાણી પીવાની જરૂર નથી તે રહેવા માટે ઓસ્ટ્રેલિયાના કોરાધાકોર વિસ્તારો વધુ પસંદ કરે છે. જેથી ત્યાં અહી ગ્રેટર બિલ્બીને સિનેફિકેસ અને અકાસિયા પ્રકારનું ઘાસ ખાવા માટે સહેલાઈથી મળી શકે છે. જે ગ્રેટર બિલ્બીને ભાવતું ઘાંસ છે. આ ઉપરાંત બિલ્બી ઘાંસ, ઈયળ, કરોળિયા, બીજ, ફળ કાંદા, ઉધઈ ફુગ અને સાવ નાના જીવોને પોતાનો ખોરાક બનાવે છે.

ગ્રેટર બિલ્બીની લાક્ષણિકતા : ઓસ્ટ્રેલિયામાં બિલ્બી ખુબ જ લોકપ્રીય પ્રાણી છે. ઓસ્ટ્રેલિયામાં સપ્ટેમ્બર માસનો બીજા રવિવારને રાષ્ટ્રીય ગ્રેટર બિલ્બી તરીકે ઉજવાય છે. આ પ્રાણી ત્રણ મિનીટ જેટલા સમયમાં રેતીમાં ખાડો ખોદી સંતાઈ શકે છે. તે પોતાના બચ્ચાને કાંગારૂની જેમ પોતાના બચ્ચાને પેટ ઉપરની કોથળીમાં રાખે છે.

- Advertisment -