HomeWildlife Specialઆ દેશમાં જોવા મળ્યુ વિચિત્ર શિયાળ (મેલાનિઝમ ફોક્સ), એકવાર જોઇને તમે પણ...

આ દેશમાં જોવા મળ્યુ વિચિત્ર શિયાળ (મેલાનિઝમ ફોક્સ), એકવાર જોઇને તમે પણ ચોંકી જશો

વાસ્તવમાં આ શિયાળને મેલાનિઝમ ફોક્સ કહેવામાં આવે છે અને આ શિયાળ સામાન્ય રીતે ઉત્તર અમેરિકાનાં ઉત્તરીય ભાગમાં, ખાસ કરીને કેનેડામાં જોવા મળે છે.

જો કે કેટલાક મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો વર્ષો પહેલા સુધી આ ક્રોસ શિયાળનો ઉપયોગ તેમની રૂંવાટી માટે કરવામાં આવતો હતો. વાસ્તવમાં જો મનુષ્ય સહિત પ્રાણીઓમાં મેલાનિઝમની ઉણપ હોય તો શરીરનો રંગ સફેદ થઈ જાય છે. જોકે તેની આ અવસ્થાને આલ્બિનિઝમ કહેવામાં આવે છે.

પૃથ્વી પર અએવા ઘણા જીવજંતુ અને પ્રવાણીઓ છે કે જેને જોયા પછી પણ તેના પર વિશ્ર્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. ત્યારે આજે અમે તમને એક એવા જ પ્રાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તાજેતરમાં જ જોવા મળ્યો અને લોકોનાં હોશ ઉડી ગયા.

આ દિવસોમાં આ પ્રાણી ચર્ચાનો વિષય બની ગયો છે અને તેને જોયા પછી તમે પણ દંગ રહી જશો. આ એટલા માટે છે કારણ કે તમે આ પહેલા ભાગ્યે જ આવો જીવ જોયો હશે. હા, અમે જે પ્રાણી વિશે વાત કરી રહ્યા છીએ તે શિયાળ છે. તે જંગલમાં સૌથી હોશિયાર પ્રાણી છે અને તેની બુદ્ધિનાં જોરે સૌથી મોટા અને નાના પ્રાણીને મૂર્ખ બનાવે છે. તમે બધાએ આ ભૂરા જાનવરને ઘણી વાર જોયો હશે અને ઘણા ટુચકાઓ અને વાર્તાઓમાં તેના વિશે સાંભળ્યું હશે, પરંતુ આજકાલ જે શિયાળની ચર્ચા થઈ રહી છે તે ભૂરા રંગનું નથી.

આ દુર્લભ શિયાળનો રંગ કાળો અને ઘેરો બદામી છે અને તેના રંગને કારણે તે આ સમયે ચર્ચામાં છે. આ શિયાળ વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેનેડાનાં જંગલોમાં જોવા મળતા આ શિયાળને જોઈને જાણકાર લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે કારણ કે તે ખૂબ જ દુર્લભ છે. જો કે, સૌથી મોટી વાત એ છે કે શિયાળ અન્ય કોઈ જાતિનું નથી, પરંતુ તે એક વિચિત્ર સ્થિતિને કારણે આવુ છે. આપને જણાવી દઈએ કે, આ શિયાળ મેલાનિઝમ (Melanism) નામની બીમારીથી પીડિત છે.

- Advertisment -