HomeTravellingમધ્ય ગુજરાતની હરિયાળી શોભા અને પ્રકૃતિનું નજરાણું એટલે જાંબુઘોડાનું પાઘડીપને પથરાયેલું જંગલ

મધ્ય ગુજરાતની હરિયાળી શોભા અને પ્રકૃતિનું નજરાણું એટલે જાંબુઘોડાનું પાઘડીપને પથરાયેલું જંગલ

શિયાળા ની મૌસમમાં એક જંગલ લીલુંછમ્મ…જ્યાં બારેમાસ બજે કુદરતની સરગમ…

અંદાજે 130 ચો.કિમી વિસ્તારમાં પથરાયેલા આ પ્રમાણમાં સારા એવા ગીચ જંગલને પ્રકૃતિ અને વન્ય જીવોના સંરક્ષણ માટે અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું છે. અહીં ના જંગલોમાં રાજવી સ્થાન દીપડાનું છે.https://wildstreakofnature.com/gu/jambughoda-wild-life-sanctuary/ અને સાગટાળા રતન મહાલ થી કેવડી સુધીના ભારતીય રીંછ – ઇન્ડિયન સ્લોથ બેર નો પરિભ્રમણ વિસ્તાર – કોરિડોર અહીં થઈને પસાર થતો હોવાથી અગત્યના દરબારી તરીકે રીંછનો વન્ય પ્રાણી વૈવિધ્યમાં સમાવેશ થાય છે.

WSON Team

કોઈ નદીનો બંધ ન હોવા છતાં જે કડા ડેમ તરીકે ઓળખાય છે એવું નાનકડું અને સિંચાઇ સુવિધાનો મર્યાદિત લાભ આપતું કડા (ડેમ) જળાશય આ આખા હરિયાળી થી છલકાતા વિસ્તારનું હૃદય છે અને અડાબીડ વનરાજી એનો ધબકાર છે.

Social Media

કડા જળાશયના કાંઠાની લીલી સુંદરતા વચ્ચે સુંદરીના ગળાના હાર જેવા કડા અતિથિ ગૃહની મનોરમ છબી એક વાર જે જુવે એના મનમાં ઘર કરી જાય છે.તો અહીં ની કેડીઓ અને લીલા અને ઊંચા વૃક્ષોની હારમાળા વસંતના પગલાં ની યાદ અપાવે છે.

WSON Team

આ વિસ્તારની હરિત સંપદાને કાળજીપૂર્વક સાચવવા અને વધારવા માટે વન્ય જીવ વિભાગ, વડોદરાના નાયબ વન સંરક્ષક એમ.એલ. મીના, અહીં ના પરિક્ષેત્ર વન અધિકારી એચ.ડી.રાઓલજી અને સમગ્ર ટીમ જાંબુઘોડાના વન કર્મયોગીઓ હાર્દિક અભિનંદન ને પાત્ર છે.

Writer: Suresh Mishra, Nature lover, and Traveller

ઓળખવા જેવો આદમી: ધનપરીના જંગલનો હસમુખો ભોમિયો એટલે ગમીર નાયક

- Advertisment -