HomeWild Wikiઇન્ડિયન બ્લેકબક ( Indian Blackbuck ) : કાળા હરણ

ઇન્ડિયન બ્લેકબક ( Indian Blackbuck ) : કાળા હરણ

વનવગડાનાં પ્રાણીઓમાં હરણ સૌથી સુંદર અને નિર્દોષ પ્રાણી છે. બ્લેક બક ( Blackbuck ) હરણ ઘણી જાતના અને ઘણા રંગનાં જોવા મળે છે. ભારતમાં જોવા મળતા બ્લેક બક ( Blackbuck ) કાળા હરણ વિશ્વ પ્રસિધ્ધ છે.

બ્લેક બક ( Blackbuck ) કાળા હરણ 32 ઇંચ ઊંચાઈના હોય છે. તેની પીઠ કાળા રંગની રૃવાંટીવાળી હોય છે. દાઢી અને પગ પર સફેદ વાળ હોય છે. તેની આંખની આસપાસ સફેદ રંગનું કુંડાળુ હોય છે. બ્લેક બક ( Blackbuck ) માદા હરણ બદામી રંગના હોય છે.

માદા હરણને શિંગડાં હોતાં નથી. ઘાસ અને નાના છોડ ખાનારૃં આ પ્રાણી બીકણ હોય છે અને ટોળામાં રહે છે. બ્લેક બક ( Blackbuck )હરણ ભયભીત થાય ત્યારે  ખૂબ જ ઝડપથી દોડી શકે છે. આ બ્લેક બક ( Blackbuck )હરણ બાર વર્ષનું આયુષ્ય ભોગવે છે.

વાઘ અને સિંહનો હરણ પ્રિય શિકાર છે. બ્લેક બક ( Blackbuck ) કાળા હરણની વિશેષતા તેનાં શિંગડાં છે. નર બ્લેક બક ( Blackbuck )કાળા હરણને 28 ઇંચ લાબા વળ ચડેલા આકર્ષક શિંગડા હોય છે.

WSON Team, Click By- Kartik Bhavsar

ભારતમાં ઘણાં ઓછા સ્થળો છે જેયાં બ્લેક બક ( Blackbuck )કાળા હરણની વસતી પ્રમાણમાં સોરા હોય. આ રાષ્ટ્રિય ઉધાન ભાવનગર જિલ્લામાં આવેલા ઘાસથી ભરપુર એવા વિસ્તાર વેરાવદર ખાતે 34 ચો.કિમી વિસ્તાર ધરાવે છે. અહીં બ્લેક બક ( Blackbuck )કાળા હરણ અહીં તહીં ફરતાં અને ચરતાં દેખાતા હોય છે.

બ્લેક બક ( Blackbuck )કાળા હરણ ઉપરાંત આ રાષ્ટ્રિય ઉધાનમાં લુપ્ત થવાની કગાર પર એવાં ભારતિય રીંછ, શિયાળ, સામાન્ય શિયાળ, જંગલી બિલાડી, વાદળી પાડા જેવા મોટા કદના લાંબા શિંગડાવાળા હરણ, જંગલી ડુક્કરો, દાંતના વધુ પ્રમાણમાં ઉપયોગ કરી કંઈક ને કંઈક ખોતરનારા સસલા, ખીસકોલી, ઉંદરો અને ઝડપી દોડતાં  ઘુડખરનું આ મુળ વતન છે.

આ ઉધાનનો દક્ષિણ વિસ્તાર પક્ષી નિરીક્ષણ કરનારા માટે એક આદર્શ સ્થાન છે. જયાં આ વિસ્તારનો સીમાવર્તી ભાગ વિપુલ સંખ્યામાં વસતા વરૂઓનો છે. જુલાઈથી માર્ચના સમયમાં વેરાવદર બ્લેક બક ( Blackbuck )રાષ્ટ્રિય ઉધાનની મુલાકાત માટેનો સર્વોતમ સમય માનવામાં આવે છે.

- Advertisment -