ઇન્ડિયન ગ્રે હોર્નબિલ એટલે કે ભારતીય રાખોડી દૂધરાજ જેને ચિલોત્રો પણ કહેવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ ‘Ocyceros Birostris’ છે.
ઇન્ડિયન ગ્રે હોર્નબિલ( Indian grey hornbill ) એ દૂધરાજ પરિવારનું એકમાત્ર પક્ષી છે જે ભારતમાં જોવા મળે છે. તે મુખ્યત્વે રાખોડી રંગનાં હોય છે. તેની ચાંચ વિચિત્ર અને કઢંગી હોય છે તેમજ તેતી ચાંચ ઉપર શિંગડા જેવો ઉપસેલો ભાગ હોય છે. તેથી જ તેનું નામ “હોર્નબિલ” ( Indian grey hornbill ) પડયું છે. તે લાંબી પૂંછડી ધરાવે છે તેમજ કાળા, રાખોડી તેમજ પીળા રંગની ચાંચ ધરાવે છે.
હોર્નબિલ વિષે જાણવા જેવું

હોર્નબિલ( Indian grey hornbill ) ની માળો બનાવવાની રીત ખાસ પ્રકારની છે. હોર્નબિલ વિશાળ વૃક્ષોની કુદરતી બખોલોમાં પોતાનો માળો બનાવે છે. માદા દૂધરાજ-હોર્નબિલ( female Indian grey hornbill ) બખોલમાં ઈંડાં આપવા માટે દાખલ થાય છે ત્યાર બાદ નર અને માદા બંને થઇને બખોલને બહારથી પૂરી દે છે.
ચિલોત્રા મોટા વૃક્ષની બખોલમાં જ્યારે માદા ઈંડાં મૂકે ત્યારે બહારની બાજુએથી માટી અને નર-માદા બંને પોતાના ચરકથી દીવાલ બનાવીને બખોલને બંધ કરી દે છે. માદા ચિલોત્રા માળામાં કેદ થઈ જાય છે. માત્ર માદા પંખીનું મોં બહાર રહે તેટલું જ કાણું રાખે છે. તેમાં નર દૂધરાજ( Indian grey hornbill ) માદાને ખોરાક આપી શકે તેટલી જ નાની જગ્યા બાકી રાખે છે.

માદા દૂધરાજ( female Indian grey hornbill ) પોતે ઈંડાં ન મૂકે ત્યાં સુધી આ બખોલમાં પોતાની જાતને પૂરી રાખે છે, જ્યાં સુધી બચ્ચાં મોટા થઇને ઊડી શકે તેવાં થઇ જાય ત્યાં સુધી તે બખોલમાંથી બહાર આવતી નથી. આ સમગ્ર સમય દરમિયાન નર દૂધરાજ તેની માદા અને બચ્ચાંઓ માટે ખોરાક લાવે છે.
દૂધરાજનો મુખ્ય આહાર ફ્ળો તેમજ રસાદાર ફ્ળો, બોર તથા નાના સરીસૃપો છે. તે પાનખર જંગલો તેમજ ઉષ્ણકટિબંધીય વર્ષાવનોમાં રહેવું વધુ પસંદ કરે છે. ઇન્ડિયન ગ્રે હોર્નબિલ( Indian grey hornbill ) ભારતમાં ખાસ કરીને ગુજરાત રાજયના માત્ર વડોદરા શહેરના આસપાસના અને હૈદરાબાદમાં જ જોવા મળે છે. જંગલ વિસ્તાર ઘટવાને કારણે આ પક્ષીઓ સંરક્ષિત જાતિમાં આવી ગયા છે. તે એક ચિંત્તાનો વિષય છે.