મહાકાય શરીર અને મદમસ્ત ધીમી ચાલ લાંબી સુંઢ અને લાંબા કાન ધરાવતું પ્રાણી હાથી( Elephant ) પોતાની ધુનમાં મસ્ત રહેતું આ મહાકાય જીવ મોટાભાગે નાના બાળકોથી લઈને મોટેરા લોકોને ગમતું પ્રાણી છે.
હાથી( Elephant ) વિશે કાંઈક નવું જાણીએ સામાન્ય રીતે તેની શરીર રચના કાંઈક બીજા પ્રાણીઓ કરતાં ઘણી અલગ હોય છે. હાથી( Elephant ) ની સુંઢમાં હાડકા હોતા નથી પરંતુ સુંઢમાં દોઢ લાખ જેટલા સ્નાયુઓ આવેલા હોય છે. તેની ચામડી એક ઈંચ જેટલી જાડી હોય છે.
હાથી( Elephant ) ના સુંઢના છેડે આંગળી જેવો બહાર નિકળેલો અવયવ હોય છે. જેના દ્વારા હાથી( Elephant ) પોતાના શરીર પર લાગેલી ધુળ અને પોતાના શરીરને ખંજવાળી શકે છે. અને પાતોની આંખ સહેલાઈથી સાફ કરી શકે છે. સુંઢના સ્નાયુઓ અતિ સંવેદનશીલ હોય છે. હાથી( Elephant ) પોતાની સુંઢ વડે જમીન પર પડેલી જીણીથી
જીણી વસ્તુઓ સહેલાઈથી ઉઠાવી શકે છે. હાથી( Elephant ) એવું પ્રાણી છે જે પાણીમાં લાંબા અંતર સુધી તરી શકે છે. અને પાણીની ગંધ ત્રણ કિલોમીટર દુરથી પારખી શકે છે. અન્ય પ્રાણીઓ કરતા સૌથી ઓછી ઉંઘ હાથી( Elephant ) ઓ લે છે રાત્રી દરમિયાન ઉભા ઉભા જ ઉંધ લઈ લેતા હોય છે.
ખાસ કરીને બે જાતો છે એક એશીયન અને બીજી આફ્રિકન છે. આફ્રિકન હાથી( Elephant ) ની શરીર રચના થોડી અલગ હોય છે. એશિયન હાથી કરતા આફ્રિકન હાથીના કાન ત્રણ ગણા મોટા હોય છે. હાથીના કાન શરીરનું તાપમાન જાળવવાનું કામ કરે છે. ખાસ કરીને આફ્રિકન હાથી( Elephant ) ઓ બીજા હાથીઓને સંદેશો આપવા માટે કાન હલાવીને સંદેશો આપે છે.
જોકે કાન મોટા હોવા છતાં અવાજ સાંભળવામાં નબળા હોય છે. પરંતુ હાથી( Elephant ) ના પગના તળીયા વડે જમીનમાં થતી કંપારી અને દુર થતી હલનચલના અવાજ સાંભળી શકે છે. શરીર રચના મહાકાય હોવાને કરાણે તે બિજા પ્રાણીઓની જેમ ઉછળકુદ કરી શકતું નથી. જોકે હાથી( Elephant ) એક દિવસમાં ત્રણસો લીટર જેટલું પાણી પીવે છે.