ગુજરાત રાજયના વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ મગરોનું ઘર કહેવાય છે..શહેરની વસ્તી સાથે વન્યપ્રાણી જીવો રહેતા હોય તેવુ જવલ્લે જ જોવા મળતું હોય છે. મગરોની કુલ ૨૨ પ્રજાતિઓ છે જેમાની શહેરમાં અને માનવ વસતી સાથે રહેતી પ્રજાતિના મગરની સંખ્યા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતના વડોદરા શહેરમાં માર્શ પ્રજાતિના મગરોનું સંખ્યા સૌથી વધુ છે.શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીની નદી અને કોતરના છીછરા પાણીમાં આ મગરોનું સામ્રાજય જોવા મળે છે..વડોદરા શહેર અને વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારોમાં રહેતા લોકો અને મગરો વચ્ચે અનેક વાર હિંસક અથડામણો થઈ હોવાની પણ અનેક ઘટનાઓ ભુતકાળમાં પ્રકાશમાં આવી છે.
ભારતમાં જોવા મળતા મગરોની વિવિધ પ્રજાતિઓમાં માર્શ પ્રજાતિના મગર ગુજરાતના વડોદરા શહેરમાં સૌથી વધારે જોવા મળે છે.મગરને એક કુશળ શિકારીના રૂપમાં જોવામાં આવે છે. તે દબાયેલા પગલે શિકારનો પીછો કરે છે.શિકાર કરતી વખતે પોતાની પુછડીનો શિકારને પછાડવામાં તે ઉપયોગ કરે છે. તેના જડબાના દાંત ઉપર નિચે સામસામા ગોઠવાયેલી હોવાથી એક વાર શિકાર તેના જડબામાં ફસાય પછી ભાગ્યેજ બચી શકે છે.હાથી કે સિંહ જેવા વિશાળ પ્રાણીનો શિકાર કરતી વખતે મગર ત્રણ હજાર કિલો જેટલું વજન શિકાર પર નાખી શકે છે.
સામાન્ય રીતે મગરનું આયુષ્ય 50થી 60 વર્ષનું હોય છે..ઉનાળાનો આરંભ તેનો પ્રજનન કાળ છે. શિયાળા બાદ યોગ્ય માદા મળે ત્યારે મગર પોતાના સંસારની શરૂઆત કરે છે.ગરમીની શરૂઆત થતા તે નદી કિનારે ઈંડા મુકે છે. ચોમાસાનો આરંભ થાય તે સમયમાં ઈંડા માંથી બચ્ચા બહાર આવી જાય છે. ત્યારથી બચ્ચાની તાલીમની શરૂઆત થઇ જાય છે.
ભારતમાં ત્રણ પ્રકારના મગરો જોવા મળે છે.જેમાં એસયુટેન મગરો જે ખારા પાણીમાં રહેતી પ્રજાતિ છે. જયારે વડોદરા શહેરમાં જોવા મળતા માર્શ મગરો એ મીઠ્ઠા પાણીના મગરો છે. અને ઘડિયાળ તરીકે ઓળખાતા મગરોએ નદી અને નાળા જેવા વિસ્તારોમાં સામાન્ય રીતે વધુ જોવા મળે છે.પ્રાણી શાસ્ત્રની પરીભાષામાં મગરએ સરીસૃપ વર્ગનું ઉભયજીવી સસ્તન પ્રાણી છે. ડાઈનોસોર પણ આજ વર્ગનું વિશાળ કદનું પ્રાણી હતું. પરંતુ પૃથ્વિની સપાટી પર આવેલા ભૌગોલિક અને પર્યાવરણીય પરિવર્તનો સાથે તેનો તાલમેલ ના બેસતા તેનું અસ્તિત્વ ભુસાઈ ગયું. જયારે તે જ વર્ગનું પ્રાણી મગર આજ સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સક્ષમ રહ્યું છે.
ભારત બહારના દેશો જેવાકે થાઈલેન્ડમાં મગરો માંથી વિટામીન ટેબલેટ તેમજ અન્ય પ્રોડક્ટ બનાવવામાં આવે છે.તેમજ આફ્રીકા જેવા દેશોમાં મગરોના મિટનો આહાર તરીકે ઉપયોગમાં કરવામાં આવે છે. જોકે યુરોપીય દેશો, અમેરિકા વગેરેમાં મગરના શરીરના વિવિધ અંગોનો તેમજ તેની ખાલનો ઉપયોગ કરીને દવા અને વૈભવી જીવન શૈલી માટે મગરોના ચામડા માંથી મોઘીદાટ વસ્તુઓ બનાવવામાં આવે છે. જેની કિંમત વૈશ્નિક બજારમાં વધુ જોવા મળે છે. જોકે ભારત સરકાર મગરોના શિકાર અને તેના માંથી બનાવવામાં આવતા પ્રોડકટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
ગુજરાતના વડોદરા શહેરની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી વહે છે. પાવાગઢથી નિકળેલી એ નદી ખંભાતના અખાતને મળે છે. રજવાડાના સમયે રાજવી પરિવાર વિશ્વામિત્રી નદીમાં નૌકાવિહાર કરતા. આજે સ્વચ્છતાના નામે સેવાસદન દ્વારા સહેરની ગટરોનું પાણી આ નદીમાં છોડવામાં આવે છે. અને આને કારણે વડોદરાના લોકો વિશ્વામિત્રીને હવે ગટરગંગા કહે છે. જોકે આ નદીનું ઉજ્જવળ પાસુ છે.એમાં માર્શ જાતિના 250થી વધારે મગર બારેમાસ જોવા મળે છે.
નદીમાં પ્રવેસેલા કોઈ માનવી પર કયારેક મગર જીવલેણ હુમલો કરે છે. આવા બનાવને કારણે લોકો મગરના માથે માછલા ધુએ છે અને જાહેરમાં દેખાવ કરી કહે છે કે મગરો આદમખોર અને માનવભક્ષી બની ગયા છે. આ લોકો મગરના હુમલાના કારણોનો અભ્યાસ કરતું નથી કોઈ પણ કોઈના ઘરમાં દખલ અંદાજી પસંદ નથી કરતા પ્રાણીઓમાં પણ આ સ્વભાવ જોવા મળે છે. પોતાના વિસ્તરાને બચાવવા અને સુરક્ષીત રાખવા માટે તે હુમલો કરે છે.
નદીના મગર માણસની વસતી સાથે રહેવા ટેવાઈ ગયા છે: શહેરના મગરોના અભ્યાસી અને રિસર્ચ સાથે સંકળાયેલા વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના ઉપ.પ્રમુખ પુષ્કર કોટીયાએ જનાવ્યું હતું કે વડોદરાની વિશ્વામિત્રી નદીના મગર માણસની વસતી સાથે રહેવા ટેવાઈ ગયા છે. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 9 ફુટથી માંડી મહાકાય 14 ફુટના મગર જોવા મળે છે. એ મગરો પણ મહાકાય મગર સામાન્ય સંજોગોમાં લોકો પર હુમલો કરતા નથી.
માર્શ મગરનું બંધારણ અને વર્તન, કદ અને વિશિષ્તા: શહેરમાં જોવા મળતા માર્શ મગરમચ્છો શિકાર કરતી વખતે ઓછા અંતરમાં 8 માઈલ પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી શકે છે. આ મગર ખુબ જ ઝડપથી ચાલી શકે છે તેના કરતા વધુ ઝડપથી તરી શકવામાં કુશળ હોય છે. માર્શ મગરો ઝડપથી તરીને 10થી 12 માઈલની સ્પીડ પકડી શકે છે.માર્શ મગરની પ્રજાતીના મગરો એક મધ્યમ કદના પ્રજાતિઓ માનવામાં આવે છે. મેલ માર્શ મગર ફીમેલ માર્શ મગર કરતા 2.45 મીટર (8 ફુટ) અને ફીમેલ માર્શ મગરો સરખામણીમાં 3.2 મીટર( 10 ફુટ )જોવા મળે છે. યાદ રાખવા જેવું એ પણ છે કે વિશ્ર્વામિત્રી નદીમાં સંખ્યા બંધ મગરોની વસ્તી છે. અને આ વસ્તી અને પ્રજાતીમાં સતત વધારો થઈ રહ્યો છે.