HomeWild Life Newsગુજરાતના આ પ્રાણીસંગ્રહાલયમાં સફેદ વાઘણ કાવેરીએ બે બાળવાઘને જન્મ આપ્યો

ગુજરાતના આ પ્રાણીસંગ્રહાલયમાં સફેદ વાઘણ કાવેરીએ બે બાળવાઘને જન્મ આપ્યો

રાજકોટના પ્રાણી ઉદ્યાનમાં બે સફેદ વાઘ બાળનો જન્‍મ થયો છે. હાલ માતા તેમજ બચ્ચા બન્ને તંદુરસ્‍ત છે. વાઘ બાળનો જન્મ થતાં હાલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

રાજકોટ મહાનગરપાલિકાના પ્રધુમન પાર્ક ઝૂમાં સફેદ વાઘ નર દિવાકર તથા સફેદ માદા વાઘણ કાવેરીના સંવનનથી 108 દિવસના ગર્ભાવસ્થાના અંતે કાવેરી વાઘણ દ્રારા પ્રથમ વખત ગઇકાલે બે સફેદ નર વાઘ બાળ જન્મ થયો હતો. માતા કાવેરી દ્રારા બચ્ચાંઓની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલમાં માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્ત છે.

ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્રારા માતા તથા બચ્ચાંઓનું સીસીટીવી દ્રારા રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. હાલ ઠંડીની ઋતુ ચાલતી હોવાથી બચ્ચાઓને ઠંડી ન લાગે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના ઝુ સ્ટાફના સૂત્રોએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે સિંહ, વાઘ, દિ૫ડા જેવા બિલાડી કુળના મોટા પ્રાણીઓ સરેરાશ બે થી ત્રણ બચ્ચાંને જન્મ આ૫તા હોય છે. ખૂબજ ઓછા કિસ્સામાં એક બચ્ચું અથવા ચારથી પાંચ બચ્ચાંઓ જન્મતા હોય છે.

ચાલુ વર્ષે નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી બે સફેદ વાઘ બાળ બે નરનો જન્મ થયેલ જેને હાલ માતા સાથે મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે. જે હાલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સૂત્રોએ વધુમાં ઉમેયુ હતું કે રાજકોટ ઝૂ ખાતે અત્યાર સુધીમાં કુલ 13 સફેદ વાઘ બાળનો જન્મ થયેલ જેમાંથી ગાયત્રી વાઘણે 10 બચ્ચાંને, યશોધરા વાઘણે 1 બચ્ચાંને તેમજ કાવેરી વાઘણે બે બચ્ચાંને જન્મ આપ્યો હતો.

પ્રધુમન પાર્ક ઝુ ખાતેનું કુદરતી જંગલ સ્વપેનું નૈસર્ગીક વાતાવરણ સફેદ વાઘ તથા એશીયાઇ સિંહોને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. હાલ ઝૂ ખાતે બે સફેદ વાઘબાળનો જન્મ થતા સફેદ વાઘની સંખ્યા 8 થઇ ગયેલ છે. જેમાં પુખ્ત નર–1, પુખ્ત માદા–3 તથા બચ્ચા–4નો સમાવેશ થાય છે.

હાલ ઝૂ ખાતે જુદી જુદી 61 પ્રજાતિઓનાં કુલ ૫૧૯ વન્યપ્રાણી–પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉધાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે. રાજકોટ મહાપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉધાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્ર્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવતા હોય છે.

- Advertisment -