ઝિબ્રા તેના શરીર પરની કાળા અને સફેદ પટ્ટાની ડિઝાઈન માટે જાણીતા છે. તેને કારણે તે બિજા પ્રાણીઓ કરતા ઘણું અલગ પડે છે. દક્ષિણ આફ્રિકામાં ઝિબ્રા જવા જ એક પ્રાણી કવાગા(Quagga)ને ફક્ત ગળા અને શરીરના આગળના અર્ધા ભાગમાં જ ડીઝાઈન હોય છે.
કવાગા(Quagga)નું બાકીનું શરીર કથ્થાઈ કે ભૂખરા રંગનું હોય છે. આ પ્રાણી ”કવાઝા” જેવો અવાજ કરે છે. તેથી તે કવાગા કે કવાઝામા નામે ઓળખાય છે.
આઠથી સાડા આઠ ફૂટ લાંબા અને ચાર ફૂટ ઊંચા કવાગા(Quagga) કદાવર પ્રાણી છે. તે 50 થી 60 ના ટોળામાં રહે છે. કવાગા જંગલી પ્રાણી છે. પરંતુ આફ્રિકાના સ્થાનિક આદિવાસીઓ તેને પાળે છે. કવાગા(Quagga)નું અસ્તિત્વ સમયની સાથે સાથે હવે માત્ર ફોટા અને કહાનીઓમાં જોવા અને વાંચવા મળે છે. તેના ડીએનએના અભ્યાસ પરથી જાણવા મળે છે કે તે ઝીબ્રાની જ એક પ્રજાતિ છે.
કવાગા(Quagga) ઝિબ્રા, ગધેડા અને ઘોડાના મિશ્રણ જેવા લાગતા આ પ્રાણીનો વિજ્ઞાાનીઓએ ઘણો અભ્યાસ કર્યો છે. તેની ઉત્પત્તિ અંગે ઘણા વિવાદ પણ જાણીતા બન્યા છે. કવાગાની ગરદન પર ઘોડા જેવી કેશવાળી હોય છે.
ખાસ કરીને આ પ્રાણી વર્ષ 1800ની આસપાસ જોવા મળતું હતું.
મળતી માહીતી અનુસાર છેલ્લે વર્ષ 1883માં એમ્સર્ટડમ પ્રાણી સંગ્રહાલયનમાં જોવા મળેલ હતું. હાલ વૈજ્ઞાનિકો ઝીબ્રા માંથી આ પ્રજાપતિને પુન:હ જીવીત કરવાની કોશીશ કરી રહ્યા છે. કવાગા(Quagga) તે સખત વાળની બનેલી અને સફેદ કાળા રંગની પેટર્ન ધરાવતી હોય છે. દક્ષિણ આફ્રિકામાં માત્ર થોડી સંખ્યામાં જોવા મળતા કવાગા આજે પણ વિજ્ઞાાનીઓ માટે સંશોધનનો વિષય છે.