સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી પાંચ જેટલા સિંહ બાળ અને એક સિંહ યુગલને બરડા ડુંગરમાં આવેલા સિંહોના સંવર્ધન કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લાના બરડા ડુંગર વિસ્તારમાં પાછલા કેટલાક વર્ષોથી સિંહના સંવર્ધનને લઈને સંશોધનો ચાલી રહ્યા છે. ત્યારે તેના ભાગરૂપે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી કેટલાક સિંહબાળ અને એક સિંહ યુગલને મોકલવામાં આવ્યું છે, જેના પર આગામી સમયમાં સંશોધનો હાથ ધરાશે અને એશિયાના સિંહોના સંવર્ધનમાં કેટલીક સફળતા મળે તે માટે આ જિનપૂલ ઊભુ કરવામાં આવ્યું છે. અહીં, સંશોધનાત્મક કાર્ય સિંહોની પ્રજાતિ પર થઈ રહ્યા છે તેમાં કેટલાક કિસ્સાઓમાં ધીમે ધીમે સફળતા પણ મળી રહે છે.
જામનગર નજીક બનેલા ભારતના પ્રથમ ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં વધુ બે દીપડા અને કેટલાક હરણને જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી મોકલવામાં આવ્યા છે. આ અગાઉ ૩૫ જેટલા દીપડાઓને ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવ્યા છે, જેમાં વધુ બે દીપડા કે મોકલીને તેની સંખ્યા ૪૦ જેટલી થવા જાય છે. તેની સાથે કેટલાક હરણ અને પણ ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવ્યા છે.
જામનગર નજીક બનેલું ખાનગી પ્રાણી સંગ્રહાલય ભારતનું પ્રથમ પ્રાણી સંગ્રહાલય છે, જેનું સંચાલન સરકાર સિવાયની અન્ય કોઈ સંસ્થાઓ કરી રહી છે ત્યારે એમાંથી આ પ્રકારના સંશોધન કાર્ય માટે સિંહ સહિત અન્ય જંગલી પ્રજાતિઓના પ્રાણીઓ અને પક્ષીઓને મોકલવાની પરંપરા પાછલા કેટલાય વર્ષોથી ચાલી રહી છે. આમાં આજે બરડા જિનપૂલ અને જામનગર નજીક બનેલા ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં સિંહ અને દીપડાને મોકલીને આ પરંપરાને વધુ આગળ ધપાવી છે.