HomeWild Wikiજાણો, દીપડા વિશેના 10 રહસ્યો જે તમે કયારેય નહિ જાણ્યા હોય

જાણો, દીપડા વિશેના 10 રહસ્યો જે તમે કયારેય નહિ જાણ્યા હોય

બિલાડી કુળની આ પ્રજાતી તેના કુળમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું પ્રાણી દીપડો છે.

દીપડો જેને લેપર્ડ અથવા તો પેંથર તરીકે જાણીએ છીએ દીપડો(Leopard) કચ્છથી લઈ ડાંગ સુધી અને ગીરનાં જંગલ તથા તેની આજુબાજુના વિસ્તારમાં જોવા મળે છે.

દીપડો (Leopard)150 થી 120 સે.મી લંબાઈ ધરાવતા આ પ્રાણીનું વજન 30 થી 60 કિલોગ્રામ હોય છે. દીપડો(Leopard) સામાન્ય રીતે પક્ષીઓ, સરીસૃપો, કરચલાં તેનો મુખ્ય ખોરાક છે. માનવ વસાહતોની નજીક રહેતાં દીપડા વાછરડાં, ઘેટા, બકરા, મરઘા, અને કુતરાનો પણ શિકાર કરે છે.

WSON Team

દીપડો(Leopard) શિકારને મોઢાથી પકડીને ઝાડ પર લઈ ચઢી જાય તેટલી ચપળતા ધરાવે છે. એકાંત પ્રિય દીપડા(Leopard) સામાન્ય રીતે સમગ્ર વર્ષ દરમિયાન સંવનન કરે છે. સંવનન બાદ નર-માદા અલગ અલગ રહે છે.માદા 87 થી 94 દિવસના ગર્ભકાળ બાદ દીપડી(Leopard) સામાન્ય રીતે બેથી ચાર બચ્ચાને જન્મ આપે છે.

માદા બે થી ત્રણ વર્ષમાં પુખ્ત થઈ જાય છે. અને બાર થી વીસ વર્ષનું આયુષ્ય ધરાવે છે. દીપડા(Leopard)ની ચાલ આંગળીઓ પરની હોય છે. જેને અંગ્રેજીમાં “ ડીજીટીગ્રેટ “ કહે છે.

WSON Team

દીપડા(Leopard)ની જમીન પરની પગલાંની છાપમાં લંબગોળ જેવી ચાર આંગળીઓ અને ગાદીની છાપ સ્પષ્ટ જોવા મળે છે. જેમાં નખનાં નિશાન જોઈ શકાતા નથી. દીપડો (Leopard) એક સમયે સંપૂર્ણ દક્ષિણ એશિયા અને આફ્રિકામાં, કોરિયાથી દક્ષિણ આફ્રિકા સુધી, જોવા મળતો હતો. પરંતુ શિકાર અને આવાસનાં કારણોસર હવે આ પ્રાણી ફક્ત આફ્રિકાનાં સહારાનાં થોડા વિસ્તારમાં ભારતપાકિસ્તાન, હિંદી ચીન, મલેશિયા અને ચીનમાં જોવા મળે છે.

જોકે ગુજરાતમાં તેની વસ્તી વધી રહી છે. ઘટતાં જતા જંગલ વિસ્તારોમાં તથા તેના શિકારલાયક પ્રાણીઓની ઘટતી સંખ્યાના કારણે શહેરી વિસ્તારો સુધી દીપડા(Leopard)ઓ પહોચી જાય છે. દિપડો જંગલ તથા સીમમાં એમ ગમે ત્યાં ફરતો જોવા મળી શકે છે. સાંજથી સવાર સુધીમાં શિકાર કરે છે, પરંતુ જો રાત્રે શિકાર ન મળ્યો તો દિવસે પણ શિકાર કરે છે. જંગલની આસપાસની માનવ વસ્તીની નજીક રાત્રે જોઇ શકાય છે. અને પરિણામે માનવો સાથે સંઘર્ષ થાય છે.

- Advertisment -