પૃથ્વી સાથે કોઇક મહાકાય અંતરિક્ષ મહાકાય પદાર્થ ટકરતાં ડાઇનોસોર તો નામશેષ થઇ ગયા, પરંતુ મગરનું અસ્તિત્વ હજી આજે પણ જળવાયેલું છે.
મગરની બહુમુખી પ્રતિભા અને શરીરના અસરકારક આકારને કારણે આમ સંભવ બન્યું છે. સંશોધકોનું કહેવું છે કે તેમના શરીરનો આકાર એવો છે કે આબોહવાના પ્રબળ ફેરફાર વચ્ચે પણ તે અસ્તિત્વ જાળવી રાખી શકે છે. મગર જળની અંદર અને બહાર એમ બંને સ્થાને અસ્તિત્વ જાળવી શકે છે અને ઘોર અંધકારમાં પણ જીવી શકે છે. વધુમાં ગંભીર રીતે ઘાયલ થયા હોય તો પણ તે સહીને અસ્તિત્વ જાળવવાની ક્ષમતા ધરાવે છે.
આમ તો તેમને ડાઇનોસોરના યુગ જેવું ઉષ્મા પૂર્વ વાતાવરણ અનુકૂળ આવે છે, કારણ કે મગર પોતાના શરીરના તાપમાનને નિયંત્રિત કરી શકતા નથી તેથી વાતાવરણમાં ઉષ્મા તેમને અનુકૂળ આવે છે. 6.6 કરોડ વર્ષ પહેલાં મેક્સિકોના અખાતી વિસ્તાર સાથે એક મોટા શહેર જેટલા કદનો અંતરિક્ષ પદાર્થ ટકરાયો ત્યારે ધરતી પરના સંખ્યાબંધ પ્રાણી અને વનસ્પતિનો નાશ થયો હતો.
પરંતુ મગરે સૂર્યમાંથી ઊર્જા મેળવીને અસ્તિત્વ જાળવી રાખ્યું હતું. સંશોધક ડો. સ્ટોકડેલ અને સાથીઓનું માનવું છે કે મગર ઉત્ક્રાંતિની એવી તરાહ ધરાવે છે કે જેનું સંચાલન પર્યાવરણ કરે છે. પર્યાવરણ સાથે તેની ઉત્ક્રાંતિ શરૂ થાય છે અને અટકી જાય છે.