એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, શાર્ક માછલી માણસો કરતા પણ બુદ્ધિમાન હોઇ શકે છે. વૈજ્ઞાનિકોનું માનવુ છે કે શાર્ક માછલીઓને પ્રશિક્ષિત કરીને સંગીતથી સંગીતને તેમના પસંદગી બનાવી શકે છે. સંગીત આમ પણ મનુષ્ય હોય તે પ્રાણી કે પક્ષી દરેકને પોતાના તરફ આકર્ષે છે. સંગીતથી ઉતપન્ન થતા તંરગો ચોક્કસ રીતે કયાંક ને કયાંક સજીવ વસ્તુંને સ્પર્શે છે.
ઓસ્ટ્રેલિયાની મેકક્વેરી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ નાની પોર્ટ જેક્સન શાર્કને ટ્રેનિંગ દરમિયાન એ માછલીઓને ખાવાના સામાની લાલચ આપીને સંગીત સાથે અનેક પ્રવૃત્તિ કરાવી હતી. આ દરમિયાન જેજ સંગીત વાગવા પર માછલીઓ સ્વાદિષ્ટ ખાવા માટે ફિડિંગ સ્ટેશન જાતે જ પહોંચી જતી હતી.
મુખ્ય શોધકર્તા કૈટરિના વિલા પોકોએ જણાવ્યું હતું કે, પાણીમાં રહેનારા જીવો માટે ધ્વની ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. પાણીના અંતે અવાજની ગતિ ખુબ જ તેજ હોય છે. માછલીઓ પોતાનું ભોજન શોધવા, ખતરો આવવાથી સુરક્ષીત જગ્યાએ સંતાવું એટલું જ નહીં અંદરોઅંદર સંવાદ કરવા માટે તેઓ આનો જ ઉપયોગ કરે છે.
આ સંબંધિત એક રિસર્ચમાં પણ જણાવવામાં આવ્યું છે કે, શાર્ક માછલીઓ હોડીને ભોજન સાથે જોડી શકે છે. આ રિસર્ચ ‘એનિમલ કોગ્નિશન’ નામની પત્રિકામાં પ્રકાશિત થયું હતું.