HomeWild Wikiજાણો, પ્રાણીઓમાં સુષુપ્તાવસ્થા( Sleepiness ) એટલે શું ?

જાણો, પ્રાણીઓમાં સુષુપ્તાવસ્થા( Sleepiness ) એટલે શું ?

પૃથ્વી પરનું જીવન ઠંડી, ગરમ, વરસાદ અને ભૌગોલિક રચના અને અન્ય કુદરતી પરિબળો સાથે અનુકુલન સાધીને વિકાસ પામ્યું છે. દરેક પ્રાણીઓની શરીર રચના હવામાન સાથે અનુકુળ રહે તેવી હોય છે. સામાન્ય રીતે પ્રાણીઓ અને પક્ષીઓ ઋતુ પ્રમાણે પોતાના શરીરને સુષુપ્તાવસ્થા( Sleepiness ) માં ઢાળી શકે છે.

પ્રાણીઓને વિષમ ઋતુઓનો સામનો કરવો પડે અને ક્યારેક ખોરાક ન મળે તેવી સ્થિતિ પણ સર્જાય છે. ત્યારે આવા સંજોગોમાં કેટલાંક પ્રાણીઓ કુદરતી રીતે જીવન સંકેલીને સુષુપ્તાવસ્થા( Sleepiness ) સરી પડે છે. જાણે લાંબી ઊંઘ ખેંચતા હોય તેમ મહિનાઓ સુધી સુઈ રહે છે.

આ સ્થિતિને સુષુપ્તાવસ્થા ( Sleepiness ) કહે છે. દેડકાંની સુષુપ્તાવસ્થા( Sleepiness ) જાણીતી છે. ચામાચિડિયાં, ઉંદર જેવા કેટલાક પ્રાણીઓ સુષુપ્તાવસ્થા( Sleepiness )માં જાય છે.

WSON Team

સુષુપ્તાવસ્થા( Sleepiness )માં પ્રાણી મોટે ભાગે જમીનમાં ઉંડા દરમાં સલામત સ્થળે રહે છે. મોટાભાગના પ્રાણીઓ કાતિલ શિયાળામાં સુષુપ્તાવસ્થા( Sleepiness )માં જાય છે.

આ અવસ્થામાં સામાન્ય રીતે પશુ પક્ષીઓમાં તેના હૃદયના ધબકારા ધીમા પડે છે. અને શ્વાસ થંભી જાય છે. શરીરમાં શક્તિનો વપરાશ ઘટી જાય છે અને રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય છે. હવામાન અનુકૂળ થાય કે ગરમી વધે એટલે આ પ્રાણીઓ જાગૃત થઈ સક્રિય થવા માંડે છે.

ઉનાળામાં દેડકાં જમીનમાં ઉંડે સુષુપ્તાવસ્થા( Sleepiness )માં રહેતા હોય છે. ચોમાસાનો પ્રથમ વરસાદ પડે અને પાણી જમીનમાં ઉતરે કે તરત જ બધા દેડકા જાગીને બહાર આવી જાય છે. પશુ પક્ષીઓમાં સુષુપ્તાવસ્થા ( Sleepiness ) નું ચક્ર આવી જ રીતે ચાલ્યા કરે છે.

- Advertisment -