શહેરથી ચાર કિલોમીટર દુર આવેલા પાલનપર ગામના પાદરમાં અને વાડી વિસ્તારમાં દિપડાએ દેખા દીધી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. નિલપર ગ્રામ પંચાયતના માજી સરપંચ ભિખુભાઈ સોલંકીના જણાવ્યા પ્રમાણે પોતે રાપરથી રાત્રીના સાડા નવથી દસ વાગ્યાના અરસામાં જતા હતા. તે દરમિયાન પોતાના ઘર નજીક કુતરા જોરદાર ભસતા હતા, જેથી બહાર આવી જોયું તો દિપડો નજરે ચડયો હતો.
હાકોટા પાડી નજીકના વાડી વિસ્તારમાં જતો રહ્યો હતો. વર્ષો પહેલાં આ વિસ્તારમાં દિપડા જોવા મળતા હતા. અને ફરી દીપડો જોવા મળતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે દિપડાએ હજુ સુધી કોઈ નુકસાની કે જાનહાની કરી હોય તેના કોઈ સમાચાર નથી. આ બાબતે પૂર્વ કચ્છ વન વિભાગના ડીસીએફ હર્ષ ઠક્કરને પુછતા તેઓએ જણાવ્યું કે, હજુ સુધી કોઈ સમાચાર મળ્યા નથી. છતાં સ્ટાફ મારફતે તપાસ કરાવાશે.