HomeWild Wikiજાણો, માત્ર રણ વિસ્તારમાં રહેતા રણ સસલા (  Desert Hare ) વિશે

જાણો, માત્ર રણ વિસ્તારમાં રહેતા રણ સસલા (  Desert Hare ) વિશે

માત્ર રણ વિસ્તારમાં જ જોવા મળતું હોવાથી આ સસલાંને રણ સસલા નામ અપાયું છે.

રણમાં વસવાટ કરતા રણ સસલા( desert hare ) ની લંબાઈ 30 થી 40 સે.મી અને વજન માત્ર 1.5 થી 2 કિલોગ્રામ વજન ધરાવે છે. જોકે વર્ષમાં બે વખત માદા રણ સસલા પ્રજનન કરે છે અને બે માસના ગર્ભકાળ બાદ બે બચ્ચાંને જન્મ આપે છે.

આ બચ્ચાં ત્રણ મહિનામાં જ પુખ્ત વયના થઈ જાય છે. રણ સસલાનો મુખ્ય ખોરાક ઘાસ અને વનસ્પતિના કુમળા ભાગો તેનો મુખ્ય ખોરાક છે. સામાન્ય રીતે રણ સસલું ( desert hare ) વનસ્પતિના ઝુંડ, જંગલ કે ગામડાની આસપાસના ખેતરમાં રહે છે.

સસલા નિશાચર હોય છે. ખાસ કરીને રણ સસલાની વાત કરીએ તો તે એકલું રહેવાનું વધુ પસંદ કરે છે. તેનો રંગ રેતી જેવો હોવાથી તે સહેલાઈથી છુપાઈ શકે છે. ખાસ કરીને ગુજરાતમાં જોવા મળતી સસલાની બંને જાતિમાંથી એકેય પાળી શકાય તેવી નથી.

WSON Team

આ સસલાં ( desert hare ) ને પાળવામાં આવે તો પણ જયારે મોકો મળે ત્યારે તે માણસથી દુર ભાગી જાય છે. આપણે ત્યાં જે સફેદ સસલાંને પાળવામાં આવે છે તે આ કુળના નથી. તેને બહારથી લાવવામાં આવેલા છે. અને તે માત્ર બંધન અવસ્થામાં જ જોવા મળે છે. તેને અંગ્રેજીમાં “ રેબીટ( rebit ) “ કહેવામાં આવે છે. જો કે આ પાલતું સસલાં અને દેશી સસલાંનો ખોરાક અને આદતો લગભગ મળતી આવે છે.

વિશ્ર્વમાં 62 જાતિના સસલાં જોવા મળે છે. તે પૈકી 8 જાતિ પ્રજાતિ ભારતમાં અને 2 પ્રજાતિના ગુજરાતમાં જોવા મળે છે. એક આપણું સામાન્ય ભારતીય સસલું અને બીજું ખુબ જ જુજ જોવા મળતું રણ સસલું.

રણ સસલું ( desert hare ) તેના નામ પ્રમાણે તે રેતાળ અને શુષ્ક પ્રદેશમાં જ જોવા મળે છે. રાજસ્થાન તથા ગુજરાત તેની હયાતી જણાઈ આવે છે. કચ્છના રણ તથા તેને સ્પર્શતા સૌરાષ્ટ્ર ભાગ, બનાસકાંઠા, તેમજ મહેસાણાના વિસ્તારોમાં ખુબ જ ઓછા પ્રમાણમાં તેનો વ્યાપ છે. રણ સસલાં રેતાળ પ્રદેશની જમીનના રંગ સાથે ભળી જાય તેવા રેત જેવા પીળાશ પડતાં ભુખરાં રંગના હોય છે. ભારતીય હેર કરતાંતે કદમાં સામાન્ય નાના હોય છે.

WSON Team

શુષ્ક પ્રદેશાનો પ્રાણીઓની માફક રણ સસલું ( desert hare ) પણ દિવસની ગરમી અને પ્રકાશથી બચવા માટે રાત્રિ દરમિયાન જ બહાર નિકળવાનું વધુ પસંદ કરે છે. મોટાભાગે તે એકલું જ ફરતું જોવા મળે છે. સંવનન સમયે જોડીમાં કે બચ્ચાં સાથે માદા હોય તો ત્યારે નાની ટોળીમાં જોવા મળે છે. સસલાની ઓળખ માટે અંગ્રેજીમાં “ હેર અને રેબીટ ( hare and rebit ) “ એમ બે જુદા જુદા શબ્દો ઉપયોગમાં લેવાય છે. બન્ને સસલાંમાં તેના ઉછેર અને રક્ષણ માટેની શારીરીક રચનામાં સામાન્ય તફાવત જોવા મળે છે.

હેર( desert hare ) માં ગર્ભકાળ બે માસ જેવો હોય છે. જયારે રેબીટમાં તે અડધો એટલે કે એક માસ જેયલો હોય છે. પરિણામે રેબિટની વસ્તી ઝડપી વધે છે. રેબિટ પાલતું હોય છે. જયારે હેર (desert hare )  કુદરતી અવસ્થામાં રહેતાં હોઈ સરળતાથી પાલતું બનતાં નથી.

હેર ( desert hare ) ને કુદરતી અવસ્થામાં શિકારી પ્રાણીઓથી રક્ષણ મેળવવાનું હોઈ તેના શરિરનો રંગ આસપાસના વાતાવરણમાં ભળી જાય તેવા છદ્દમવેશ ધારણ કરી શકે તેવો હોય છે. જયારે રેબિટ કાળા, ધોળઆ વગેરે રંગના હોય છે.

WSON Team

હેર નાના લાંબા પગ ઝડપથી ભાગવા માટે તથા લાંબા કાન સારુ સાંભળી શકવા માટે ઉપયોગી બને તેવા હોય છે. જયારે રેબિટને સ્વરક્ષણ માટે આવી આવશ્યકતા ન હોવાથી તેના પગ અને કાન હેર કરતાં ટુંકા અને નાના હોય છે. હેર (desert hare) એકલા ફરવાવાળા હોય છે. જયારે રેબિટ ટોળામાં રહેવાવાળા હોય છે. હેરના બચ્ચાં વાળ સહિત ખુલ્લી આંખો લઈને જન્મે છે. રેબિટના બચ્ચાં વાળ વગરના અને બંધ આંખો લઈને જન્મે છે.

રણ સસલાં ( desert hare ) શુષ્કપ્રદેશ અને રણ વિસ્તારની ગરમી, પ્રકાશ અને ઓછા વરસાદને કારણે ઉભી થતી પરિસ્થિતિ સાથે અનુકુલન સાધે છે. ઓછા ખોરાક અને પાણીથી ચલાવી શકે છે. રેતાળ પ્રદેશમાં ઝડપથી હરીફરી શકે છે. શરીરના આંતરિક તથા બાહ્ય અવયવો તે પ્રમાણે રચના પામ્યા હોય છે.

- Advertisment -