તમે આજ દિવસ સુધી આર્મીના નવજુવાનો ની પરેડ જોઈ હશે પણ શું એશિયાટીક સિંહોની શાનદાર પરેડ જોઈ છે?
જૂનાગઢના ગિરનાર જંગલમાં હાલમાં જ શરૂ થયેલ ‘ગિરનાર સફારી’ માં પર્યટકોને એશિયાટીક સિંહોની શાનદાર પરેડ જોવા મળી. જૂનાગઢના શાબાઝ અને તેના પરિવારના સભ્યો વહેલી સવારે સફારી માટે પહોંચ્યા અને પર્યટકોનો અનુભવ રોમાંચક અને ખુશખુશાલ રહ્યો હતો.
આ અંગે ખુદ શાબાઝ એ અનુભવ વિશે કહ્યું કે અમે જીપ્સીમાં જતા હતા ને અચાનક સામે ના વળાંક માંથી જ એક …બે…ત્રણ… નહિ પણ એકસાથે 11 એશિયાટીક સિંહો પરેડ કરતા આવી રહ્યા હતા. પહેલા થોડો ડર લાગ્યો કે આટલા બધાં એશિાટીક સિંહો એક સાથે હવે શું થશે..!! પણ સિંહોની પ્રકૃતિથી વાકેફ અમારી સાથેના ગાઈડ અને ડ્રાઇવર એ સમયસૂચકતા વાપરી અને જીપ્સી પાછળ પાછળ લેતા ગયા અને એશિયાટીક સિંહો ની સંખ્યા એક પછી એક વધી રહી હતી.
જંગલમાં આશરે 1.5 કિમિ સુધી આ સિલસિલો ચાલ્યો અંતે એક પાણીના પોઇન્ટ પાસે આ એશિયાટીક સિંહોની પરેડ રોકાઈ અને પાણી પીવા લાગી. અમે એ દ્રશ્યો જોઈ રહ્યા હતા. પાણીપી તમામ એ ફરી જંગલમાં પોતાના માર્ગે જતા રહ્યા પણ આ દ્રશ્ય અમારા માટે જીવનભરનું નઝરાણું બની ગયું.અમે આ દ્રશ્યો અમારા મોબાઈલ અને કેમેરામાં કેપ્ચર કર્યા પણ આંખો થી કેપ્ચર થયેલ દ્રશ્યો નો આનંદ એ અંનુભવ ખરેખર વર્ણવો મુશ્કિલ છે.
ગિરનાર જંગલમાં આશરે 50 થી પણ વધુ એશિયાટીક સિંહો છે જેમાં મોટાભાગે 10 થી 12 ના ગ્રુપમાં છે. સિંહોને આ રીતે જોવા એ જ એક રોમાંચનો અનુભવ છે.અહીં આવતા પ્રવાસીઓને એક કે બે એશિયાટીક સિંહો જોવા મળે તો પણ સફારી ની ટિકિટ વસુલ થયા નો અહેસાસ થાય છે. જ્યારે અહીં તો એક સાથે 11 એશિયાટીક સિંહો જોવા મળ્યા છે.
વન વિભાગ ગિરનાર સફારીને હજુ પણ આકર્ષક પોઇન્ટ અને પ્લેસ બનાવવાના પ્લાનિંગ કરી રહ્યું છે.જો વધુ આકર્ષણો ઉમેરાશે તો જૂનાગઢ આવવા માટે ગીરનાર સફારી પર્યટકોનું મનપસંદ સ્થળ બની જશે.