કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં ત્રણ ચિત્તાના મોત થયા છે. આમાંથી બે ચિત્તા દક્ષિણ આફ્રિકાના નામિબિયાથી લાવવામાં આવ્યા હતા.
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત થયું છે. પરસ્પર લડાઈમાં ચિત્તા માર્યો ગયો હતો. દક્ષિણ આફ્રિકાના નામિબિયાથી લાવવામાં આવેલા બે ચિત્તા અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે. આ સિવાય છ વર્ષના ‘ઉદય’એ પણ જીવ ગુમાવ્યો છે.
આ પહેલા પણ કુનો નેશનલ પાર્કમાં બે ચિત્તાના મોત થયા છે. તેમાંથી છ વર્ષના ઉદય ચિતાનું ગયા મહિને મૃત્યુ થયું હતું. તે જ સમયે, દક્ષિણ આફ્રિકાના નામિબિયાથી લાવવામાં આવેલા સાશા નામના ચિત્તાનું પણ મૃત્યુ થયું છે. કુનો નેશનલ પાર્કમાં એકંદરે અત્યાર સુધીમાં ત્રણ ચિત્તાના મોત થયા છે.
ચોમાસા પહેલા ચિત્તાઓને જંગલમાં છોડવામાં આવશે
કુનો નેશનલ પાર્કમાં, ચિત્તાઓને ઘેરામાંથી બહાર ખુલ્લા જંગલમાં છોડવાની તૈયારીઓ ચાલી રહી છે. જૂનમાં ચોમાસાના વરસાદની શરૂઆત પહેલા તેઓને મુક્ત કરવામાં આવશે. જણાવી દઈએ કે નામીબિયાથી કુનો લાવવામાં આવેલા બે ચિત્તા અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે.
જંગલમાં મોકલવાની તૈયારીઓ કરવામાં આવી
કુનો નેશનલ પાર્કના સૂત્રોએ જણાવ્યું હતું કે જૂનના અંત સુધીમાં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાઓને સુરક્ષિત ઘેરામાંથી બહાર કાઢીને ખુલ્લા જંગલમાં મોકલવાની તૈયારીઓ કરવામાં આવી છે. મધ્યપ્રદેશ વાઇલ્ડલાઇફ ઓથોરિટી ભારતમાં 70 વર્ષ પહેલા લુપ્ત થઇ ગયેલી ચિત્તાઓને ફરીથી વસાવવાના પ્રયાસોના ભાગરૂપે મધ્યપ્રદેશ કુનો નેશનલ પાર્કના ખુલા વિસ્તારોમાં સુરક્ષિત ઘેરામાંથી વધુ પાંચ ચિત્તાઓને મુક્ત કરવા માટે તૈયાર છે.
નામિબિયાથી લાવવામાં આવેલા સાશા નામના ચિત્તાનું પણ મૃત્યુ થયું છે
નામીબિયાથી ભારત લાવવામાં આવેલી માદા ચિત્તા શાશાનું મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં મૃત્યુ થયું છે. અહીં તે છેલ્લા ત્રણ મહિનાથી બીમાર ચાલી રહી હતી. મળતી માહિતી અનુસાર, માદા ચિત્તા શાશા છેલ્લા બે દિવસથી કિડની ઈન્ફેક્શન અને ડાયેરિયાથી પીડિત હતી. આ સાથે તેના શરીરમાં પાણીની અછત હતી. જણાવી દઈએ કે, 17 સપ્ટેમ્બર 2022 ના રોજ, 8 ચિત્તાઓને નામિબિયાથી કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી પાંચ માદા અને ત્રણ નર ચિતાનો સમાવેશ થાય છે.
ચિત્તાઓને ખાસ વાડમાં છોડવામાં આવ્યા હતા
17 સપ્ટેમ્બર, 2022ના રોજ વડાપ્રધાન મોદીના 72માં જન્મદિવસના રોજ કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી આવેલા ચિત્તાઓને ખાસ વાડમાં છોડવામાં આવ્યા હતા. આ ખાસ વાડમાં ત્રણ માદા ચિત્તા શાશા, સવાના અને સિયાયાને છોડવામાં આવી હતી. તેમની ઉંમર 2થી 5 વર્ષની હતી. વડાપ્રધાન મોદીએ તેમના ફોટોને કેમેરામાં કેદ કર્યા હતા. જણાવી દઈએ વર્ષ 1952માં ચિત્તા ભારતમાંથી વિલુપ્ત થઈ ગયા હતા.