HomeWild Life Newsઆ તારીખથી ખુલી રહ્યું છે "સાસણ" એશિયાટીક સિંહોને જોઈ શકશે પર્યટકો

આ તારીખથી ખુલી રહ્યું છે “સાસણ” એશિયાટીક સિંહોને જોઈ શકશે પર્યટકો

સિંહ દર્શનનાં શોખીનો માટે સરકાર તરફથી સારા સમાચાર આપવામાં આવ્યા છે. જૂનાગઢ જીલ્લાનાં સાસણનું એશિયાટીક સિંહ સફારી પાર્ક ખોલવા માટે સરકારની મંજૂરી આવી ગઇ છે. ગીર ફોરેસ્ટ સફારી પાર્ક સહેલાણીઓ માટે 1 ડિસેમ્બર 2020 થી ફરી શરૂ થઈ રહ્યું છે.

WSON Team

સરકાર દ્વારા સહેલાણીઓ અને સિંહ દર્શન કરવા ઇચ્છુક તમામ લોકોને ઓનલાઇન પરમીટ માટે બુકિંગ સાઈટમાં બુકીંગ શરૂ કરાયું છે. 1 ડિસેમ્બર માટે પરમીટ બુકિંગ સિસ્ટમ ઓપન કરાઈ છે.ડિસેમ્બરમાં તો ફરવા અવશ્ય જઇ શકાશે સાસણ કેમ કે, 1 ડિસેમ્બરથી ફરી જંગલના દ્વાર પ્રવાસીઓ માટે ખુલશે.

WSON Team

એશિયાટીક સિંહ સફારી પાર્ક ખોલવાને લઈને સરકારે આપેલ લીલીઝંડીને પગલે ગાઇડ્સ, ડ્રાઇવરો, હોટલના માલિકો અને વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. 1 ડિસેમ્બરથી ફરી જંગલના દ્વાર પ્રવાસીઓ માટે ખુલશે તે વાતને લઇને ભારે આનંદ જોવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને પગલે છેલ્લા પાંચ માસથી સાસણ ગીર પ્રવાસીઓ માટે બંધ હતું. જોકે હવે પર્યટકો માટે એશિયાટીક સિંહોને જોઈ શકશે

- Advertisment -