HomeWildlife Specialકુનો નેશનલ પાર્કમાં ચિતાના મોતનું કારણ રેડિયોકોલર? જાણો, શું કહી રહ્યાં છે...

કુનો નેશનલ પાર્કમાં ચિતાના મોતનું કારણ રેડિયોકોલર? જાણો, શું કહી રહ્યાં છે આફ્રિકી નિષ્ણાંતો

વિદેશથી લવાયેલા ચિતાના એક પછી એક મોતથી સરકાર તથા વન્યપ્રેમીઓ સ્તબ્ધ છે.

વિદેશથી લવાયેલા ચિતાના એક પછી એક મોતથી સરકાર તથા વન્યપ્રેમીઓ સ્તબ્ધ છે ત્યારે રેડીયોકોલરને કારણે મોતની આશંકાને પગલે કુનો નેશનલ પાર્કમાં 6 ચિતાના ગળામાંથી રેડિયોકોલર હટાવી દેવામાં આવ્યા હતા અને તે દરમ્યાન બે ચિતામાં ગંભીર ચેપ હોવાનો ખુલાસો થયો છે. મધ્યપ્રદેશના કુનો પાર્કમાં મુક્ત રીતે વિહરતા છ ચિતાના રેડિયોકોલર દુર કરવામાં આવ્યા ત્યારે બેને ગંભીર ચેપ હોવાનું માલુમ પડયુ હતું.

જુલાઈની 11 તથા 14મીએ બે ચિતાના મોત બાદ દક્ષિણ આફ્રિકી નિષ્ણાંતોએ રેડિયોકોલર કારણરૂપ હોવાની શંકા દર્શાવી હતી અને તે પછી રેડિયોકોલર દુર કરાયા હતા. આ પુર્વે રાજયના વાઈલ્ડલાઈફ વડા દ્વારા પણ રેડિયોકોલર હટાવવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. આ ડિવાઈસથી ચિતાને ચેપ લાગતો હોવાનું તારણ દર્શાવાયુ હતું. સૂત્રોના કહેવા પ્રમાણે ગઈકાલે રવિવારે પાવક, આશા, ખીરા, પવન, ગૌમ્ચ તથા શૌર્ય એમ છ ચિતાના રેડિયોકોલર હટાવવામાં આવ્યા હતા.

અને ત્યારબાદ તબીબી પરિક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે નામીબીયાના ચિતા ગૌરવ તથા શૌર્યને ગંભીર ચેપ હોવાનું જણાયુ હતું. અન્ય ચારને પણ સામાન્ય ચેપ માલુમ પડયા હતા. વન્ય અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે તમામ ચિતામાં નાના-મોટા ઈન્ફોર્મેશન જણાવ્યા હતા છતાં એકંદરે તમામ તંદુરસ્ત છે. સમગ્ર પ્રક્રિયા માટે નિષ્ણાંતોને ખાસ તેડાવવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે નામીબીયા તથા દક્ષિણ આફ્રિકાથી 20 ચિતા ભારતે મેળવ્યા હતા અને કુનો નેશનલ પાર્કમાં રાખ્યા હતા તેમાંથી અત્યાર સુધીમાં 8ના મોત થઈ ચુકયા છે.

છ ચિતાના રેડિયોકોલર હટાવાતા બેમાં ગંભીર ઇન્ફેકશન માલુમ પડયુ; અન્યને સામાન્ય ચેપ

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી શુક્રવારના રોજ નામીબીયાથી લાવવામાં આવેલ ચિત્તા ‘સૂરજ’નું મૃત્યુ થયું છે. કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં 5 ચિત્તા અને 3 બચ્ચા મૃત્યુ પામ્યા છે. ચિત્તા ‘સૂરજ’ના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

26 જૂને શ્યોપુર સ્થિત કુનો નેશનલ પાર્કમાં ખુલ્લા જંગલમાં સૂરજ ચિત્તાને મોટા બંધમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. કુનો નેશનલ પાર્કના ખુલ્લા જંગલમાં છોડવામાં આવેલ સૂરજ 10મો ચિત્તા હતો. નર ચિત્તા ‘તેજસ’, જે દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવ્યો હતો અને 6 નંબરના બંધમાં રાખવામાં આવ્યો હતો, તેનું પણ 11 જુલાઈના રોજ મૃત્યુ થયું હતું.

કુનો પાર્ક મેનેજમેન્ટની દેખરેખ દરમિયાન આ ચિત્તા ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતો. તેજસના ગળાના ઉપરના ભાગમાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા. કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં 5 ચિત્તા અને 3 બચ્ચા મૃત્યુ પામ્યા છે.

કુનો નેશનલ પાર્કમાં ચિત્તા પુન:જીવિત કરવા માટે નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા.આ સાથે માદા ચિતાએ બચ્ચાને જન્મ આપ્યો હતો. પરંતુ અત્યાર સુધીમાં 5 પુખ્ત અને 3 બચ્ચા અલગ-અલગ કારણોસર મૃત્યુ પામ્યા છે. હવે કુનોમાં 15 પુખ્ત ચિત્તા અને 1 બચ્ચા સ્વસ્થ સ્થિતિમાં છે. જેમાંથી 12 ચિત્તા કુનોના ખુલ્લા જંગલમાં છોડી દેવામાં આવ્યા છે.

ભારતનું વાતાવરણ ‘અનુરૂપ’ આવતું નથી કે પછી કોઈ અન્ય કુદરતી કારણ! પ્રશ્નો ઉઠયા

અત્યાર સુધીમાં 5 ચિત્તા સહિત 3 બચ્ચા મૃત્યુ પામ્યા છે. નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી કુલ 20 ચિત્તા કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી નામીબિયાની માદા ચિત્તા જ્વાલાએ 4 બચ્ચાને જન્મ આપ્યો હતો. અહીં 26 માર્ચ, 2023 ના રોજ, નામિબિયન માદા ચિત્તા શાશાનું કિડનીના ચેપને કારણે મૃત્યુ થયું હતું. જ્યારે નર ચિત્તો ઉદય 23 એપ્રિલ 2023 ના રોજ કાર્ડિયોપલ્મોનરી નિષ્ફળતાને કારણે મૃત્યુ પામ્યો હતો.

આ પછી, નર ચિતાઓ સાથે હિંસક દખલગીરીને કારણે 9 મે 2023 ના રોજ દક્ષાનું મૃત્યુ થયું. નામિબિયન માદા ચિત્તા સિયા (જ્વાલા)ના 4 બચ્ચામાંથી એકનું 23 મેના રોજ મૃત્યુ થયું હતું, ત્યારબાદ 25 મેના રોજ ડિહાઇડ્રેશન બે બચ્ચાના મોત થયા હતા . મંગળવારે, 11 જુલાઈના રોજ, અન્ય એક દક્ષિણ આફ્રિકાના ચિત્તા તેજસનું નામીબિયન માદા ચિત્તા નાભા (સાવાન્નાહ) સાથે લડાઈ દરમિયાન મૃત્યુ થયું હતું.

- Advertisment -