HomeTravellingગણપતિપૂલે- રત્નાગીરી પ્રકૃતિની વચ્ચે વસેલું રમણીય સ્થળ

ગણપતિપૂલે- રત્નાગીરી પ્રકૃતિની વચ્ચે વસેલું રમણીય સ્થળ

માણસોના સ્વભાવ પ્રમાણે કુદરતે પ્રકૃતિની સુંદર ભેટો આપી છે. ઘણા લોકોને જંગલો ખૂંદવાનો શોખ હોય છે તો તેના માટે ઘટાદાર જંગલોની ભેટ આપી તો દરિયાના મોજામાં આળોટનારાઓ માટે દરિયો, નદી, ઝરણાઓ ભેટ ધર્યા છે. ત્યારે આવી જ એક ભેટ કુદરતે રત્નાગીરીના ખોળામાં પણ મૂકી છે.

આમ તો મહારાષ્ટ્રનું રત્નાગિરી તેના કોંકણ રેલને લઈને ખૂબ જ પ્રખ્યાત છે પણ આ કોંકણ પટ્ટીમાં આવેલા દરિયાકિનારાઓ તેને વધુ આકર્ષક બનાવે છે. અહિયા પહોચ્યાબાદ જાણે લાગે કે પ્રકૃતિની ગોદમાં આવી ગયા હોય. રમણિય દરિયા કિનારો અને તેની આસપાસના મનમોહક દ્રશ્યો તમારા દિલ અને દિમાગને શાંતિનો એહસાસ કરાવે છે. આજની વ્યસ્ત લાઈફ માંથી જો કોઈ શાંતિને અનુભવ કરાવનારી જગ્યા હોય તો મારા મતે આજ જગ્યા છે. ઘુઘવાટ કરતો દરિયા કિનારો અને તેની આસપાસની કુદરત રમણિયતા જાણે ઈશ્ર્વરે અહિયા જ આપી છે. મિત્રો અને પરિવારજનો સાથે સમય વિતાવવાની ઉત્તમ જગ્યા છે. એક વખત કુદરતે રચેલી આ મનમોહક સ્થળની મુલાકાત અચુક લેવી જોઈએ આ રમણિય સ્થળની અનુભુતિ અને તેનું આકર્ષણ ત્યાં ગયા પછી જ અનુભવી શકશો

WSON Team

આપણે નાના હતા ત્યારે રત્નાગીરીની પર્વતમાળાઓ વિશે ભણવામાં આવતુ ત્યારે ફક્ત ઈમેજિનેશનથી જ કામ ચલાવવું પડતુ હતુ કે રત્નાગીરીની પર્વતમાળા આવી હશે, તેમાથી ઝરણાઓ વહેતા હશે, સુંદર જંગલો અને પહાડો ઉપર બનેલા રસ્તાઓ હશે પણ રત્નાગીરી આપણી ઈમેજિનેશન કરતા પણ વધુ સુંદર છે. અને એમાં પણ તેના રેલ્વે સ્ટેશનો..Ohh its seriously amazing.  હિલ પર નાના-નાના રેલ્વે સ્ટેશનો બનાવેલા છે જ્યા ઉતરતા જ તમને મોગરા, જૂહી, ચમેલીના ફૂલોની સુગંધ આવવા લાગે કારણકે દરેક મરાઠી સ્ત્રીઓના માથામાં ફૂલોની વેણી અચૂક જોવા મળે છે. વરસાદની મોસમમાં આ સ્થળ પર જન્નત જેવો અહેસાસ થાય છે કારણકે ચારે તરફ હરિયાળી, પર્વતો પરથી ખળખળ વહેતુ પાણી, ગુફામાંથી કોતરેલ ટનલમાંથી જ્યારે ટ્રેન પસાર થાય ત્યારે ભીની માટીની આવતી ખુશ્બુ, ઠંડા વાયરા સાથે આવતો પક્ષીઓનો મીઠો મધુર અવાજ કુદરતના આ અદભૂત સૌંદર્યને મન ભરીને માણવાનુ આ પરફેક્ટ સ્થળ છે.

WSON Team

રત્નાગીરીમાં આવેલા દરિયાને કારણે તેને મીની ગોવા તરીકે ઓળખવામાં આવે છે. જેને લઈને સહેલાણીઓ માટેનું મનપસંદ સ્થળ બન્યું છે. રત્નાગીરી જિલ્લાના ગામ દરિયાકિનારે વસેલા છે. તેમાનું સૌથી સુંદર સ્થળ છે ગણપતીપૂલે. રત્નાગીરીથી ગણપતિપૂલે પહોંચતા લગભગ ૪૫ મિનીટ જેટલો સમય લાગે છે. જ્યાં પહોંચવા માટે બસ, ટેક્ષી અને રીક્ષાની સુવિધા મળે છે. ગણપતિપૂલેને લોકો મિનિ સ્વિતર્ઝલેન્ડ કહે છે કારણકે પથ્થરમાંથી કોતરેલા વળાંકવાળા રસ્તાઓ, એકબાજુ પહાડ તો બીજી બાજુ અફાટ ઘૂઘવાતો દરિયો, નારિયેળીના ગગનચુંબી વૃક્ષો, દરિયાના કલર સાથેનું મેચિંગ આકાશ અને તેમાં ફરતી નાની નાની વાદળીઓ ખરેખર કુદરતે આ જગ્યાને હળવાશની પળોમાં બનાવી હોય તેવો અનુભવ અહીં થાય છે. ગણપતિપૂલેનું નામ અહીં આવેલા ૪૦૦ વર્ષ જૂના ગણપતિના મંદિરને કારણે પડ્યુ છે. ભારતનું આ માત્ર એક જ મંદિર છે જ્યા ભગવાનની પ્રતિમાં પશ્ચિમ દિશામાં રાખવામાં આવેલ છે, બાકી દરેક મંદિરમાં ભગવાનનું મુખ પૂર્વ દિશામાં હોય છે.

WSON Team

સહેલાણીઓ માટે દરિયાકિનારે નાની ઝૂપડીઓ બનાવવામાં આવેલી છે અને આ સાથે જ અનેક હોટેલ તેમજ મહારાષ્ટ્ર ટુરિઝમ દ્વારા નાના મકાનો પણ બનાવવામાં આવ્યા છે. દરિયા કિનારે આવેલી ઝૂંપડીઓ પાસે નારિયેળીના ઝાડ નીચે ઝૂલાઓ પણ બાંધવામાં આવ્યા છે જ્યા સૂતા સૂતા દરિયાના મોજાનો અવાજ અને પાણીની આંછી છાંટકનો અનુભવ લઈ શકો છો. શાંતિ અને બીચ લવર માટે આ પ્લેસ બેસ્ટ છે.

કારણકે અહીં લોકોની ચહલપહલ ખૂબ ઓછી જોવા મળે છે. અહીં દરિયાના પાણીમાં  કુદરતે જાણે પોતાની પીંછીનો બ્લયુ રંગ રેડી દીધો હોય તેવો આભાસ થાય છે. અને એમાં પણ રાતની નીરવ શાંતિમાં ચાંદનું પ્રતિબિંબ પાણીમાં પડતા જ શીતળતાનો અનેરો અનુભવ થાય છે. અહીં પક્ષીઓમાં સૌથી વધારે કાગડાઓ જોવા મળે છે. અને સ્થાનિકોની માન્યતા પ્રમાણે જો એકસાથે અનેક કાગડાઓ અવાજ કરે તો અચૂક વરસાદ આવે છે આજના જમાનામાં આ વાત આપણા ગળા નીચે ન ઉતરે પણ ખરેખર અમે આ અનુભવેલું છે. સાંજના સાત વાગતા જ કાગડાઓનો જમાવડો થઈ ગયો હતો ચો તરફના સન્નાટામાં ફક્ત કાગડાઓનો કર્કશ અવાજ જ સંભળાતો હતો અને આખુ આકાશ ગજવી દીધુ હતુ અને એક જ કલાકમાં વરસાદ પણ વરસવા લાગ્યો હતો. And we are like aww this is true..something miracle. રત્નાગીરી આવ્યા હોય.

WSON Team

અને રત્નાગીરી કેરીનો સ્વાદ ન માણો તો કેવી રીતે ચાલે, યસ અહીં તમે ગમે તે સીઝનમાં આવો પણ તમને કેરીનો રસ જરૂર ખાવા મળશે. ઝરમર ઝરમર વરસતા વરસાદમાં અહીંની ગરમા ગરમ કોથિંબીર વડી ખાવાની મજા જ કંઈક ઓર છે. લીલી ચટણી અને કોથિંબીર વડી અહીંની સ્પેશ્યિલ વાનગી છે.

WSON Team

કેવી રીતે ગણેશપૂલે પહોંચવુ

By train- Mumbai to Ratnagiri
Direct flight to Ratnagiri
By bus- Mumbai to Ratnagiri

WSON Team

રત્નાગીરીથી ગણેશપૂલે જવા માટે ટેક્ષી, રીક્ષા અને બસની સુવિધા ઉપલબ્ધ છે.

મુખ્ય આકર્ષણ

દરિયો,
૪૦૦ વર્ષ જૂનુ ગણપતિ મંદિર,
દરિયાકિનારે આવેલ કોટેજ,
પ્રાચિન કોંકણ સંસ્કૃતિ ધરાવતુ મ્યુઝિયમ,
બેસ્ટ પ્લેસ ટુ વિઝીટ ઈન મોનસુન

- Advertisment -