HomeWildlife Specialસાસણ ગીર: વન્ય જીવો અને કુદરત એકબીજાના પૂરક

સાસણ ગીર: વન્ય જીવો અને કુદરત એકબીજાના પૂરક

સાસણ ગીરના જંગલમાં અલભ્ય વન્યજીવો અને તેમની જીવનશૈલીને નિહાળવાનો એક અદ્દભુત લ્હાવો છે. આજની યુવા પેઢી ભૌતિક જીવન પાછળ જ્યારે ઘેલી બની છે. ત્યારે કુદરતના સૌંદર્ય ને માણવાનો સમય અને રસ બને ગાયબ થઈ રહ્યા છે. પરંતુ આજે અહીં કેટલીક તસવીરો છે જે જોઈ આપ અચૂક વાઈલ્ડલાઈફને નજીકથી જોવા પ્રેરિત બનશો.

Dipak vadher

સાસણ ગીર ખરેખર અમિર છે, આ એક એવો વિસ્તાર છે જ્યાં ગાઢ જંગલ, નદીઓ, ઝરણાં, ડુંગરા, પૌરાણિક સ્થાનકો અને દરિયા કિનારો જેવા અમૂલ્ય કુદરતી સંપતિઓ છે.અહીં રહેતા પ્રાણીઓ અને માનવીય સમુદાય જાણે એક બીજાના પૂરક છે. ગીરના જંગલમાં વસતા અસંખ્ય વનયજીવો પોતાની એક આગવી જીવન શૈલી માં જીવે છે. નાના કાંચીડા થી લઈ, મહાકાય અજગર, નાનકડા માસૂમ હરણાં થી લઈ દીપડા ને સિંહ સૌ કોઈ પોતાના જીવનને માણે છે.અને તેને કેમેરામાં કન્ડરવા એ એક લ્હાવો છે સાથે સાથે ધીરજની કસોટી પણ છે.

Dipak Vadher

હાલમાં જ એક તસ્વીરે સૌ કોઈને અચરજમાં મૂકી દીધા હતા અને ખુદ દેશના વડાપ્રધાને તસવીરને વખાણ કરતા કહ્યું કે ,”અદભુત”.આ તસવીરમાં જંગલનો રાજા સિંહ એક કેસૂડા ના ઝાડ પર ચડી જાણે ફાગણ ને વધાવતો હોય એવી સુંદર તસ્વીર કેમેરામાં કેપ્ચર કરતા ફોરેસ્ટર દિપક વાઢેર આવી અનેક ક્ષણોના સાક્ષી છે. દિપક વાઢેર કહે છે કે જંગલમાં વસતા જીવોને જોવા, સમજવા ને એની જીવન પ્રકૃતિ ને જોવા થી જ એના પ્રત્યે એક લાગણી જન્મે છે.

Dipak Vadher

બીજી એક તસ્વીર કે જેમાં મહાકાય અજગર એક વૃક્ષ ની ડાળી પર વીંટાળાઈ ને બેઠો છે. જાણે વૃક્ષને ભરડી લીધુ હોય એમ .એક તરફ ખોફનફ દ્રશ્ય લગે છે પરંતુ જો સતત જોઈએ તો લાગે કે શિકાર કરી મોજ માણી રહેલો આ અજગર ખરેખર શાંત છે, સુંદર છે અને ભયાનક તો ખરો જ,

Ashok Popat

આવી આ અનેક તસવીરો કેમેરામાં કેદ કરનારા શોખીન લોકો જંગલમાં કલાકો વિતાવે છે. ત્યારે એ ક્ષણ ને કેમેરામાં કંડારવા જે કુતુહુલ જન્માવે છે. જેમ કે એક સિંહણ તેના બચ્ચા ને શિકાર કરતા શીખવતી હોય, સિંહ બચ્ચાને રક્ષણ કરતા શીખવતો હોય, વિવિધ રંગબેરંગી પક્ષીઓ વૃક્ષની ડાળીઓ પર બેસી અદભુત અને ક્યારેય ન સાંભળ્યા હોય તેવા મધુર અવાજ કરતા હોય ને તેની પ્રકૃતિને કેમેરામાં લેવી એ ખરેખર દાદ માંગી લે છે.

Ashok Popat

એ જ રીતે તૃણહારી પ્રાણીઓ જે હંમેશા એક ડર માં રહેતા હોય છે એ પણ પોતાની પ્રકૃતિ મુજબ સુરક્ષિત જગ્યાઓ પર વિચરે છેઅને સંકટ સમયે જરૂર પડ્યે એક બીજાને બચાવવા અવાજ કરી સંકેત આપે છે. આ પણ કુદરતની એક પ્રણાલી છે. પરંતુ એક વાત ચોક્કસ છે. જો પ્રેમ થી વિશ્વાસ થી વન્યજીવો સાથે દોસ્તી કરવામાં આવે તો અચૂક એ વિશ્વસનીય છે.

Ashok Popat

અહીં આપેલ દરેક તસ્વીર એક કહાની છે જે કુદરતની ગરીમા વર્ણવે છે. તો વન્યજીવોની આ તસવીરો કુદરત અને પોતે એકબીજાના પૂરક હોવાનું પ્રતીત કરાવે છે. આપણે ક્યારેય આ કુદરતને માણવા જાણવાં સમય કાઢી શકીશું ખરા, ક્યારેય આપણે આપણા સ્વાર્થ ને ભૂલી આ અમૂલ્ય ખજાનાને બચાવવા અંગે વિચારી શકીશું ખરા?

આપણી આવનારી પેઢી આ જીવો ને જોઈ શકે ઓળખી શકે એ માટે પ્રયત્નો કરી તેમને અત્યારથી જ બચાવવાના ઉપાય કરી શકીએ ખરાં? આપના ભૌતિક જીવન પાછળ આ જંગલોના વિનાશ કરનારા આપણે આ પ્રકૃતિ કાંઈ આપી તો નહીં શકીએ તો પછી આ નિર્દોષ જીવોના જીવનમાં ખલેલ પહોંચાડવાનો અધિકાર આપણને છે ખરા ? આ પ્રશ્નો જ આપણામાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને સમજ આપી શકે, વનયજીવોની સુરક્ષા અંગે ચિંતિત કરી શકે.

Ashok Popat

મને તો લાગે છે કે સેલ્ફી કરતાં આપણે પ્રકૃતિની તસવીરો વધુ ખુશી આપી શકે છે. સેલ્ફી તો ખુદને જ ખુશ કરવા પૂરતી છે. જ્યારે પ્રકૃતિની અલભ્ય તસવીરો અનેક લોકો માટે પ્રેરણા અને શોખ બની શકે.આજનું યુવાધન પ્રકૃતિની નજીક આવે તે ખૂબ જરૂરી છે.

તુલશીશ્યામ: રહસ્યમય અને અલૌકિક ધાર્મિક સ્થાન

- Advertisment -