HomeAnimalsLeopardરાજ્યમાં સિંહ કરતાં દિપડાંના મોતનો આંકડો વધ્યો, જાણો કેટલા?

રાજ્યમાં સિંહ કરતાં દિપડાંના મોતનો આંકડો વધ્યો, જાણો કેટલા?

ગુજરાતના જંગલોમાં છેલ્લા બે વર્ષમાં સિંહોની સરખામણીએ દિપડાનો મૃત્યુઆંક વધ્યો છે. ગીરના જંગલોમાં કુલ 110 સિંહોના મોત થયાં છે જ્યારે દિપડાંના મોતની સંખ્યા 180 થવા જાય છે.

ગુજરાતના વિવિધ જંગલોમાં સિંહોની જેમ દિપડા પણ મરી રહ્યાં છે. મોતના આંકડા કુદરતી અને અકુદરતી એમ બન્ને પ્રકારના છે. વિધાનસભામાં આ ચોંકાવનારી વિગતો રજૂ કરવામાં આવી છે.

wildstreakofnature.com

2016ના વર્ષમાં 23 સિંહ અને 33 સિંહબાળ મર્યાં છે જ્યારે 2017માં 15 સિંહ અને 38 સિંહબાળ મળ્યા છે. એવી જ રીતે 2016માં 56 દિપડા અને 19 તેના બચ્ચાંના મોત થયાં છે. 2017માં આ આંકડો અનુક્રમે 69 અને 37 થવા જાય છે.

અકુદરતી મોતમાં સિંહો કરતાં દિપડાના મોતનો આંકડો વધુ જોવા મળ્યો છે. બે વર્ષમાં 15 સિંહો અકુદરતી રીતે મર્યા છે જ્યારે 2016માં 21 અને 2017માં 29 દિપડા અકુદરતી રીતે મર્યા છે.

સરકારે ગીરના જંગલમાં ખુલ્લા કુવાઓ રક્ષિત કર્યા છે. રેલ્વેલાઇન પર ચેઇંલિંગ ફેન્સિંગ કરી છે તેથી સિંહોના અકુદરતી મૃત્યુ નિયંત્રણમાં લઇ શકાયા છે જ્યારે રાજ્યના વિવિધ અભ્યારણ્યો કે જેમાં દિપડાની સંખ્યા છે તેવા વિસ્તારોમાં અકસ્માતે મોત ન થાય તે માટે જાહેર માર્ગો પર સ્પીડબ્રેકર લગાવ્યા છે. ગીરની આજુબાજુના ગામોમાં વન્યપ્રાણી મિત્રની નિયુક્તિ કરી છે.

 

- Advertisment -