HomeAnimalsLeopardછોટાઉદેપુર : રતનપુર ગામે બાળ દિપડો પાંજરે પુરાયો

છોટાઉદેપુર : રતનપુર ગામે બાળ દિપડો પાંજરે પુરાયો

 છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર નજીક આવેલા રતનપૂર ગામ પાસે આવેલ એક  હોટેલ ના પાછળ ના ભાગ માં એક બાળ દીપડો નજરે પડતાં લોકો માં કુતૂહલ સાથે ભય વ્યાપી ગયો હતો . જેને જોવા માટે લોકો ના  ટોળાં ઉમટી પડ્યા હતા  વન વિભાગ ને જાણ થતા વનવિભાગ ના કર્મચારી પાંજરું  અને  જાળ લઈ ઘટના સ્થળ  પહોચ્યા હતા , લોકોના ટોળા અને ઘોંઘાટ સાંભળી બાળ દીપડો ગભરાઈને આમ તેમ દોડવા લાગ્યો હતોલોકટોળાના અંકુશ માટે પોલીસ ને બોલાવવાની ફરજ પડી હતી જોકે મોડી સાજેદીપડો  હોટેલ ની પાછળ આવેલા વાડા ના ભાગ માં કે જ્યાં લાકડા મૂકવા માં આવ્યા હતા. તેની નીચે સંતાઈને બેસી ગયું હતું .

wildstreakofnature.com

 

વનવિભાગના કર્મચારીઓએ મોડીરાત્રે સ્થાનીક  રેસક્યું ટીમ ની મદદ લઈ  જાળ નાખી દીપડા ને પકડી પાડી પાંજરે પુરવામા સફળતા મેળી હતીવન વિભાગના  રેંજ ફોરેસ્ટ અધિકારીના ના જણાવ્યા મુજબ પાંજરે પુરાયા બાદ નીરીક્ષણ કરતા 2 થી 3 વર્ષની વયની બાળ દીપડી હોવાનુ જણાયું હતું..અને હાલ તેને ડુંગરવાંટ ખાતે રાકહવામા આવેલ છે જ્યા વેટનરી તબીબ દ્વારા તેના સ્વાસ્થ્ય નુ નીરીક્ષણ કરી જો તે સ્વસ્થ હશે તો  તેને જંગલમા જઈ છોડી મુકવામા આવશે અને જો બિમાર જણાશે તો તેની સારવાર પુરી થાય ત્યા સુધી તેને રાખવામા આવશે.

- Advertisment -