સદીઓ પહેલા સિદીઓ ભારત આવીને અહી સાસણ ના જંગલોમાં વસ્યા અને આજે ભારતમાં હોવાનું ગર્વ અનુભવે છે, આજે પણ એ લોકો આફ્રિકન નૃત્ય અને ગીતોથી પોતાની સંસ્કુર્તીની ઓળખ જીવંત રાખે છે પરંતુ સાથે સાથે ભારત માં વધુ સુખી હોવાનું સ્વીકારે છે.
ગીર સાસણ ની ઓળખ જેટલી એશિયાટિક સિંહો માટે છે એટલી જ અહી વસતા સિદ્દી બાદશાહો માટે છે, સદીઓ પહેલા આફ્રિકા થી અહી આવીને વસેલા આફ્રિકન લોકોનો એક સમુદાય આજે એક ગામ બની ગયો છે , હજાર જેટલી વસ્તી ધરાવતું જાંબુર ગામ આજે વિશ્વભર માં પ્રસિદ્ધ બન્યું છે, એક સમયે પછાત અને આદિવાસી પ્રજા તરીકે ઓળખાતો આ સમાજ આજે શિક્ષિત અને સંસ્કારી બન્યો છે, આજે આ સમાજના યુવાનો સૈન્ય અને સરકારી તંત્ર માં નોકરી કરી રહ્યા છે. મહિલાઓ પગભર બની છે અને પોતાના બાળકોને ભણાવી રહી છે.
એક માન્યતા પ્રમાણે આ સિદ્દી સમાજ ને આશરે 500 વર્ષ પહેલા રાજાઓ અને અમલદારો પોતાના ગુલામ તરીકે અહી લાવેલા અને ત્યારથી આ પ્રજા પેઢી દર પેઢી અહી વસ્તી ગઈ.જે આજે આખા ભારતમાં 5500 અને ગીર સાસણ માં 1000 જેટલી છે, બીજી એક માન્યતા પ્રમાણે જુનાગઢના નવાબ એક વખત આફ્રિકા ફરવા ગયા હતા ત્યાં એમને એક સીદ્દી મહિલા સાથે પ્રેમ થયો અને તે તેમને અહી જુનાગઢ લઇ આવ્યા ત્યારે તેની સાથે આશરે 100 સિદ્દી લોકો આવ્યા હતા જે સાસણના જંગલોમાં રહેતા હતા , છેલ્લા 300 વર્ષથી અહી જાંબુર ગામ માં વસવાટ કરી રહ્યા છે, જાંબુર નો સિદ્દી સમાજ મુસ્લિમ ધર્મ પાળે છે અને ઘણા ખરા કેથોલિક પણ હોય છે, એમના રીત રીવાજ અને રસમ અલગ હોય જે ખરેખર જોવા જેવા હોય છે.
સિદ્દી સમાજના લોકોની મુખ્ય ઓળખ વાંકડિયા વાળ , શ્યામ રંગ , ચપટું નાક અને મોટા હોઠ છે, સમાન્ય રીતે પુરુષોનું પડછંદ બાંધાનું શરીર અને મહિલાઓ નીચી અને સ્થૂળ હોય છે, તેમનો પહેરવેશ આજે તો આધુનિક થઇ ગયો છે. પરંતુ એક સમયે જંગલ માં રહેતો આ સમાજ ટાઈગરના રંગના ચટ્ટા પટ્ટા અને રંગબેરંગી આકારો ચિન્હો દોરી શરીર ને શણગારતા લોકો એમની સંસ્કૃતિ ની ઓળખ આપતા આદિવાસી નૃત્ય ધમાલ કરતા જોવા મળતા ઢોલ અને નગારા ની સાથે નૃત્ય કરતા આ સિદ્દી બાદશાહો જોવાનો પણ એક લ્હાવો છે.
જો કે આજે પણ સાસણ ગીરમાં જાંબુર માં વસતા સિદ્દીઓ હોટેલો અને રિસોર્ટ માં ધમાલ નૃત્ય કરી પર્યટકો ને મનોરંજન પૂરું પાડે છે, સરકારી કાર્યક્રમો અને સાસણ ગીર માં યોજાતા કાર્યક્રમોમાં ધમાલ નૃત્ય સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. પરંતુ એ વ્યવસાયિક રૂપે ધમાલ નુર્ત્ય જોવા મળે છે. તેમના પ્રાસંગિકો માં ધમાલ કરતા જોવા મળે છે જેમાં તેમના હાવભાવ અને ચેહરાના ભાવ જોવા જેવા હોય છે.
આજના અહીના સિદ્દી બાદશાહ નામે ઓળખાતી આ પ્રજા ખુબ સાહસિક અને હિમંતવાન હોય છે. આથી જ સૈન્ય અને પોલીસ માં તેમની પસંદગી કરવામાં આવે છે. એજ જમ્બુરના ઘણા યુવાનો પોલીસ માં છે, તો કોઈ ખેડૂત , મજુરી પણ કરે છે, અહી ની પ્રજાને સુરક્ષિત કરનાર અને પોતાન પગભર થવાનું શીખવનાર હીરબાઈ લોબી નામની મહિલા ને વિશ્વસ્તરના એવોર્ડ મળેલા છે, અમિતાભ બચ્ચન થી લઇ સચિન તેંદુલકર , મુકેશ અંબાની , નીતા અંબાની , અમીરખાન જેવી હસ્તીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે, તો અહી વસતા મહેબુબ ખાન એક સમયે પી.ટી ઉષા સાથે દોડ માં ભાગ લીધો હતો અને સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે ઇનામો જીત્યા હતા. જો કે આ જે ખેલવીર સરકારી કોઈ શાહ ન મળવાથી ગામ આવી ખેતર માં મજુરી કરી રહ્યો છે એ પણ એક વાસ્તવિકતા છે. જો તેને ખેલાડી તરીકે અને કોચ તરીકે કામગીરી આપવામાં આવે તો સિદ્દી સમાજના બાળકો રમત ક્ષેત્રે નામના મેળવી ભારત નું નામ રોશન કરી શકે એમ છે.
સિદ્દી સમાજ ને જોવો જાણવો અને સમજવો હોય તો એક વખત સાસણ ગીરના જાંબુર ખાતે જરૂર આવું જોઈએ . માયાળુ અને મદદગાર પ્રજા , પ્રેમ એન લાગણી જેમની ઓળખ અને પોતાના કરી લેવાની તેમની ભાવના જોવા સિદ્દી સમાજ ને મળવું જ રહ્યું, કારણ કે આ તો મારા ખુદ ના અનુભવો છે હું ઘણી વખત જાંબુર જાઉં છું અને લોકોને મળું છે કારણકે હીરબાઈને મળવાથી પ્રેરણા અને નવી ઉર્જા મળે છે.