HomeWild Life Newsચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે ઝૂમાં નાનાં પ્રાણીઓને સુરક્ષિત રાખવા કરાઈ ખાસ...

ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે ઝૂમાં નાનાં પ્રાણીઓને સુરક્ષિત રાખવા કરાઈ ખાસ વ્યવસ્થા

વડોદરા શહેરમાં ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે કમાટીબાગઝૂમાં નાનાં પ્રાણીઓને સુરક્ષિત રાખવા માટે પાંજરા અને એન્કલોઝરમાં પ્લેટફોર્મ ઊંચા કરવામાં આવ્યાં છે. આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી છે. ઐતિહાસિક પ્રાણી સંગ્રહાલયમાં 1100 જેટલા પ્રાણીઓ-પક્ષીઓ છે. પૂરની પરિસ્થિતિ કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં રહેતા પ્રાણીઓને નુકસાન ન પહોંચે તે માટેની વ્યવસ્થા કરાઈ છે.

કમાટીબાગ સંગ્રહાલયમાં નાના પ્રાણીઓ જેવા કે જમીની કાચબા, સસલા અને શાહુડીના પાંજરા અને એન્ગ્લોઝરમાં પ્લેટફોર્મ ઉંચા કરવામાં આવ્યા છે. સદનસીબે હાલ કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ નથી. ઝુ માં ખાસ સ્ટેડબાય પર પીંજરાઓ રાખવામાં આવ્યા છે. વરસાદને કારણે પુરવઠો ન મળવાની સ્થિતિમાં તેમની પાસે પ્રાણીઓ માટે પુરતો ખોરાકનો જથ્થો સંગ્રહકરી દેવામાં આવ્યોછે.

કમાટીબાગ ઝૂ કયુરેટર ડો. પ્રત્યુષ પાટણકરે જણાવ્યું કે, “અમારી પાસે પ્રાણીઓ માટે પહેલેથી જ એક એક્શન પ્લાન છે અને જમીન કાચબાને અન્ય સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. જો જરૂર પડે તો સસલા અને શાહુડીઓને પણ શિફ્ટ કરવાના છીએ. જૂના પ્રાણી સંગ્રહાલયની અંદર ઊંચા ઊંચા પ્લેટફોર્મ છે અને નવા પાંજરામાં બનાવવામાં આવ્યા છે. કટોકટીના સમયે પ્રાણીઓ સ્થળાંતર કરી શકે છે.

કમાટીબાગ ઝૂ કયુરેટરના જણાવ્યા મુજબઝૂમાં રહેતા પ્રાણીઓ માટે અગાઉથી આયોજન કરીનેપ્રાણીઓ પક્ષીઓ માટે ખોરાકની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. અમે દવાઓ અને એન્ટિબાયોટિક્સનો સંગ્રહ કર્યો છે અને પશુ ચિકિત્સક સાથેના વિસ્તારોને પણ સેનિટાઈઝ કર્યા છે. પૂરના કિસ્સામાં ઝડપથી પાણી છોડવા માટે અમે ડ્રેનેજની સફાઈ સમયાંતરે કરાવી લઈએ છીએ. અમારી પાસે ઇમરજન્સી ટીમ પણ છે અને જો ભારે વરસાદ દરમિયાન કોઈ ઈમરજન્સી ઉભી થાય તો અમે આ વ્યવસ્થા માટે તરત જ તૈયાર હોય છે. હાલમાં એવી કોઈ પરિસ્થિતિ ઉભી થઇ નથી.

- Advertisment -